મૃતક યુવતી સાથે દુષ્કર્મ થયાની આશંકા
વલસાડ,તા.૨૬
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રોહિયાળ જંગલ ગામે રહેતી ૧૬ વર્ષીય સગીરા જે નાની પલસણ ગામે નાતાલ પર્વની ઉજવણીના કાર્યક્રમમાં સાંજે ૭ વાગ્યે ઘરેથી ગયા બાદ બીજે દિવસે સવારે તેની લાશ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવતા તેના મોત અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયુ છે.
આખરે લટકતી લાશનું રહસ્ય ક્યારે ખુલશે એ મીટ મંડાઈ છે. જાકે પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે મૃતક યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો છે. જે બાબતે હાલ તો પોલીસે માત્ર અકસ્માતની નોંધ કરી છે.
જ્યારે પોર્સ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરશે તેવું પોલીસે જાણાવ્યું છે. પરિવારજનોએ તેના પ્રેમી અને તેના મિત્રો પર શંકા વ્યક્ત કરી છે. જેથી હવે પોલીસએ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




