૧૮૧ મહિલા હેલ્પંલાઇન નિરાધાર મહિલાને વ્હારે

0
169

માહિતી બ્‍યુરોઃ વલસાડ ૧૮૧ ઉપર એક મહિલાનો ફોન આવ્‍યો  અને જણાવ્‍યું હતું કે, એક નિરાધાર મહિલા છે. તેને મહિલા હેલ્‍પ લાઇનની જરૂર છે.

ફોન આવતાની સાથે ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન ના કાઉન્‍સીલર ગાયત્રીબેન રાઠોડ અને તેમની ટીમ સ્‍થળ ઉપર પહોંચી હતી. મહિલાનું કાઉન્‍સીલીંગ કરતા માલુમ પડયું કે આ મહિલા ચાર વર્ષની હતી ત્‍યારે જ માતા પિતાની છત્રછાંયા  ગુમાવી દીધી હતી. કાકાને ત્‍યાં મોટી થઇ અને લગ્ન થયા હતા.  લગ્નને ૧૦ વર્ષ થયા છે. પરિવારમાં ચાર વર્ષનો બાળક છે. તેમના પતિએ  આ મહિલાની જાણ બહાર  રાજીખુશીથી  છુટા થયા છે. તેવું લખાણ લખાવી લીધુ  છે. ગત જુનમાં આ મહિલા જુન માસમાં મુંબઇથી વલસાડ આવી હતી. પરંતુ તેનો પતિ આ મહિલાને રાખવા માંગતો નથી. આમ છતાં આ મહિલાએ પોતાના પતિ વિરૂધ્‍ધ કોઇ કાર્યવાહી કરવી નથી. અને પોતાની ઇચ્‍છતાથી નારી સંરક્ષણગૃહમાં જવા ઇચ્‍છા દર્શાવી હતી. આ મહિલાની માંગણીને ધ્‍યાને લઇ ૧૮૧ મહિલા હેલ્‍પલાઇનની ટીમે ચીખલી ખૂંધ નારી સરંક્ષણ  ખાતે મોકલી આપી  નિરાધાર મહિલાને  વ્‍હારે આવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY