સુગર ફેક્ટરીની ટાંકીમાં બ્લાસ્ટ, ખેતરો મોલાસિસના તળાવમાં ફેરવાયા

0
5

વલસાડ,તા.૩૦
વલસાડમાં એવાલી સુગર ફેક્ટરીની ટાંકીમાં બ્લાસ્ટ થયાની ઘટના બની હતી. મોલાસિસ ભરેલી ટાંકીમાં બ્લાટ થતાં આસ પાસના ખેતરોમાં મોલાસિસ પથરાયો હતો. જેના પગલે પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. મોલાસિસ ખેતરોમાં પથરાતા જાણે મોલાસિસના તળાવ બની ગયા હોય એવા દ્રશ્યો સર્જાયા છે. મળતી માહિતી પ્રમાણે ટાંકીમાં ૪ હજાર ટન મોલાસિસનો ભરેલો હતો. આ ઉપરાંત સુગર ફેક્ટરીમાં પણ મોટું નુકસાન થવા પામ્યું છે.
મળતી માહિતી પ્રમાણે વલસાડમાં સુગર ફેક્ટરીમાં મોલાસિસની ટાંકીમાં મંગળવારે મોડી રાત્રે અચાનક બ્લાસ્ટ થોય હતો.
ટાંકીમાં થયેલા બ્લાસ્ટના કારણે હજારો ટન મોલાસિસનો જથ્થો આસપાસના ખેતરોમાં પથરાયો હતો. ૪ હજાર ટન મોલાસિસનો જથ્થો ખેતરોમાં પથરાતા ખેતરો જાણે મોલાસિસના તળાવમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે ખેતરોમાં રહેલા પાકને પણ નુકસાન થવા પામ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે મોલાસિસ ખેતરોમાં પથરાતા ખેડૂતો પણ પરેશાન થયા છે. બીજી તરફ ટાંકીમાં થયેલા બ્લાટના પગલે સુગર ફેક્ટરીમાં પણ ભારે નુકસાન થયું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટના પગલે સદનસિબે કોઇ જાનહાનિ થઇ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY