સુરેન્દ્રનગર,તા.૩૦
સુરેન્દ્રનગરમાં ફાયરિંગ કેસના એક આરોપીએ ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આરોપીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વીડિયો પણ વાયરલ કર્યો છે. જેમાં તે આપઘાતના પ્રયાસ માટે ડીવાયએસપી એ.બી. વાળંદ સામે આરોપ લગાવી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે રામપરડાના કુખ્યાત શખ્સ વિજય કાઠીનો એક વીડિયો વાયરલ થયો છે. હાલ વિજયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વિજય સામે અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ માલુમ પડ્યું છે.
વાયરલ થયેલા વીડિયોમાં વિજય ડીવાયએસપી એ.બી.વાળંદને કારણે દવા પી લીધી હોવાનો આરોપ લગાવી રહ્યો છે. સાથે જ તે એવું પણ જણાવી રહ્યો છે કે જા તેને કંઈ પણ થશે તો તે માટે ડીવાયએસપી જવાબદાર રહેશે.
વિજય કાઠી વીડિયોમાં જણાવી રહ્યો છે કે, “ડીવાયએસપી વાળંદ સાહેબે મારી પાસે હાજર થવાના રૂ. ૧૦ લાખ માંગ્યા હતા. તેમણે મારું સરઘસ કાઢવાની ચમકી આપી હતી. મારી પાસે રૂ. ૧૦ લાખ ન હોવાથી મેં દવા પી લીધી છે. જા મને કંઈ પણ થશે તો તેની જવાબદારી વાળંદ સાહેબની રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



