તા.૨૩ અને ૨૪મીએ તા.૧-૧-૨૦૧૯ની લાયકાતની તારીખ મુજબ મતદારયાદીમાં નામ નોંધણી કરાશે

0
10

વલસાડ, તા.૨૧

ભારતના ચૂંટણી પંચ તરફથી મળેલી સૂચના અનુસાર તા.૧/૧/૨૦૧૯ની લાયકાતના તારીખના રોજ જે નાગરિક ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેવા મતદારોની નોંધણી ૨૩ અને ૨૪મી ફેબ્રુઆરી, ૨૦૧૯ દરમિયાન મતદારયાદીમાં નામ નોંધાવવા, નામ રદ કરાવવા, કોઇ નામની સામે વાંધો લેવા, નામ-સરનામામાં સુધારો, ઓળખકાર્ડમાં ખોટો ફોટો અથવા તાજેતરનો ફોટો જેવી વિગતો સુધારવા માટે સંબંધિત ફોર્મમાં અરજી કરી સંબંધિત વિસ્તાકરના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર અથવા બુથ લેવલ ઓફિસરોને ઠરાવેલા નમૂનામાં આધાર પુરાવા સાથે અરજી કરી હક્કદાવાઓ રજૂ કરી શકાશે.
વધુમાં ખાસ ઝુંબેશ તરીકે તા.૨૩/૨/૧૯, તા.૨૪/૨/૧૯ ના દિવસે સવારે ૧૦-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન બુથ લેવલ ઓફિસર તમામ મતદાન મથકો ઉપર હાજર રહી હક્કદાવાઓ સ્વીરકારશે. આ ઉપરાંત મુખ્યુ નિર્વાચન અધિકારીની વેબસાઇટ www.ceo.gujarat.gov.in ઉપર ઓનલાઇન અરજી પણ કરી શકાશે.
ગુજરાત રાજ્યશની કોઇ પણ જગ્યારએથી epic <space> આપનો મતદાર ઓળખપત્ર નંબર લખી મોબાઇલ નંબર ૮૫૧૧૯૯૫૯૯ ઉપર એસ.એમ.એસ. મોકલવાથી પણ આપના નામની વિગત જાણી શકાશે. વધુ વિગત માટે ૧૯૫૦ નંબર ડાયલ કરી વિગત જાણી લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટ ર વલસાડ દ્વારા અનુરોધ કરાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY