માંગરોળમાં પતિએ પ્રેમિકા સાથે મળી પત્નીને લાકડીથી ફટકારી

0
11

પ્રેમ પ્રકરણ બાબતે ઝઘડો થતા માર મરાયો
સુરત, તા. ૨૧
માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે આવેલા કુંડી ફળિયામાં પતિએ પ્રેમિકા સાથે મળી પત્નીને લાકડીથી ફટકારતા ઈજા થઈ હતી.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે આવેલા ફંડી ફળિયામાં રહેતી સાહેદા બેનનો તેના પતિ મકસુદ કરીમ બેલીમ સાથે પ્રેમ પ્રકરણ બાબતે ગઇકાલે રાત્રે ઝઘડો થયો હતો. જેના ઉશ્ïકેરાયેલા પતિ મકસુદ બેલીમે તેની પ્રેમિકા સોનલ ઉર્ફે સુંદરી સાથે પત્ની સહેદાને લાકડી વડે માથા ખંભા અને જમણા પગમાં માર મારી ઈજા પહોîચાડી હતી. માર મારવાના બનાવ અંગે સાહેદાએ તેના પતિ મકસુદ બેલીમ અને તેની પ્રેમિકા સોનલ વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુઢ તપાસ શરૂ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY