સિટિઝનશીપ બિલ નહિ લાવવામાં આવે તો અસમના ૧૭ જિલ્લાઓ જિન્નાહનો માર્ગ અપનાવશે

0
6

અસમના નાણાંમંત્રીનું મોટું નિવેદન
ગૌહાટી,તા.૭
ભાજપના નેતાએ કહ્યું છે કે સિટીઝનશીપ બિલ નહી લાવવામાં આવ્યું તો અસમના ૧૭ જિલ્લાઓ હશે જિન્નાહનો માર્ગ અપનાવશે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાફેલ વિમાનની ડિલને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. આ સિવાય એક મુદ્દો એવો પણ છે કે જેનાં પર વિપક્ષ જ નહી પરંતુ સહયોગી પાર્ટીઓ પણ ભાજપનો વિરોધ કરી રહી છે. નાગરીકતા સંશોધન બિલ (૨૦૧૬)ને લઈને એનડીએમાં બીજેપીની સહયોગી પાર્ટી અસમ ગણ પરીષદ અને શિવસેના સરકારનો વિરોધ કરી રહી છે.
આ મુદ્દા પર અસમના નાણામંત્રી હેમંત બિસ્વા શર્માનું મોટું નિવેદન સામે આવ્યું હતું. તેમનું કહેવું છે કે જા આ બિલ નહી લાવવામાં આવે તો અસમના ૧૭ જિલ્લા જિન્નાના રસ્તે નિકળી પડશે. હેમંતે કહ્યુંકે અસમમાં NRC (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન)ને એટલે લાગુ કરવામાં આવી રહ્યો છે કે જિન્ના જેવા વિચાર રાખનારાઓને બહારનો રસ્તો દેખાડી શકાય.
તેમણે કહ્યું કે હવે આ ઝઘડો જિન્ના વિરુદ્ધ ઈન્ડિયાનો બની ગયો છે. બીજેપી નેતાએ કહ્યું કે જો આપણે અસમ એકોર્ડનો ક્લાઝ ૬ લાગૂ નહી કરી શકીએ તો બદરૂદ્દીન અજમલ અસમના મુખ્યમંત્રી બની જશે અને સીટીઝનશીપ બિલ નહી આવે તો ૧૭ જિલ્લા જિન્નાના રસ્તે હશે.
સોમવારે પણ આ મુદ્દા પર અસમ ગણ પરીષદના નેતા સંસદની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે પણ કહ્યું હતું કે અમે લોકો સિટીઝનશીપ સંશોધન બિલનો વિરોધ કરી રહ્યા છીએ. અસમ ગણ પરીષદના નેતાઓએ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ મામલો કોઈ હિન્દુ-મુસ્લિમોનો નથી. અસમની એક અલગ સંસ્કૃતિ છે, જો આપણે તેને બદલીએ છીએ તો ગૃહ યુદ્ધ જેવી પરીસ્થિતિ પેદા થઈ શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY