વલસાડ જિલ્લામાં તા.૨૨મી જુલાઇએ રાષ્‍ટ્રીય લોક અદાલત યોજાશે

0
77

વલસાડ જિલ્લાની કોર્ટમાં પડતર કેસોનું ભારણ ઘટાડવા તેમજ સમાધાનથી કેસોનો નિકાલ થાય તે હેતુસર વલસાડ જિલ્લા કાનુની સેવાસત્તા મંડળ દ્વારા કોર્ટમાં દાખલ થયેલા તેમજ દાખલ થાય પહેલાના પ્રિલીટીગેશન કેસોના નિકાલ માટે તા.૨૨મી જુલાઇ, ૨૦૧૮ના રોજ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, બેંક લેણાં- ચેક રીટર્નના કેસો, મોટર એકસીડન્‍ટ ક્‍લેઇમને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાદનના કેસો, ઇલેક્‍ટ્રીસીટી તથા પાણી બિલને લગતા કેસો,રેવન્‍યુ કેસો, દિવાની (ભાડા, સુખાધિકારના કેસો મનાઇ હુકમના દાવા, કરાર પાલનના દાવા) વગેરે પ્રકારના કેસો મૂકી શકાશે.

જે પક્ષકારો લોકઅદાલતમાં પોતાના કેસો મૂકવા માંગતા હોય તેઓએ વકીલ મારફત અથવા સીધો કોર્ટનો સંપર્ક કરી કેસ મૂકવાની કાર્યવાહી કરી શકે છે. આ લોક અદાલતનો મહત્તમ લાભ લેવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન તથા ન્‍યાયાધીશ શ્રી આર.જે.વેકરીયા દ્વારા અનુરોધ કરાયો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY