વાંકાનેર,તા.૧૦
વાંકાનેર સરતાનપર રોડ પર મંદિર નજીક પરપ્રાંતીય યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાનનું ગળુ કાપી હત્યા કરવામાં આવી છે. ઘટનાસ્થળે માથુ ધડથી અલગ જાવા મળ્યું હતું. આ યુવાન બિહારનો હોવાનું અને વાંકાનેરમાં એક ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન મુન્ના ચૌબે મૂળ બિહારનો રહેવાસી યુવાન છે. જેનું ગળું કાપી અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. જો કે હત્યા ક્યાં કારણોસર થઇ તે સ્પષ્ટ થયું નથી. હત્યાના બનાવની સવારમાં જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હત્યાના બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
હત્યાનો ભોગ બનનાર મુન્ના ચૌબે પરણિત છે. તેનો પરિવાર બિહારમાં રહે છે. પોતે વાંકાનેરના સરતાનપર રોડ પર આવી ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો. મુન્ના ચૌબેને હત્યારાઓએ ક્રુરતાપૂર્વક રહેસી નાંખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યારાઓએ તિક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા ઝીંકી મૃતક મુન્ના ચૌબેનું માથુ ધડથી અલગ કરી દીધું હતું. ઘટના સ્થળે લોહીના ખાબોચીયામાં ધડ અને માથુ અલગ અલગ નજરે પડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મૃતક બિહારી મુન્ના ચૌબેની કોણે અને ક્યાં કારણોથી હત્યા કરી? તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



