કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ૧૨મી મતદાન યોજાનાર છે ત્યારે ભાજપે છેલ્લી ઘડીમાં રેલી અને રોડશો પર ધ્યાન કેન્દ્રિત કર્યું : શાહ ૩૦ રેલી કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગ્લોર,તા. ૩૦
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટી અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે. ભાજપ અને કોંગ્રેસે રેલીઓ અને રોડ શો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી લીધુ છે. સિદ્ધારમૈયા સરકારને ઉખાડી ફેંકવા માટે ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોને હવે મેદાનમાં ઉતારી દેવા માટે તૈયારી કરી છે. પાર્ટીના ત્રણ ટોપના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ શ્રેણીબદ્ધ રેલી કરનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આ ત્રણેય મળીને ૧૦ દિવસના ગાળામાં ૬૫ રેલી કરનાર છે. માહોલ બનાવવા માટે તમામ પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે. મોદી રાજ્યમાં ઓછામાં ઓછી ૧૫ રેલી કરવા તૈયાર છે. અમિત શાહ ૩૦ અને આદિત્યનાથ ૨૦થી વધારે રેલીને સંબોધન કરનાર છે. વડાપ્રધાન સ્થિતી મુજબ તેમની રેલીની સંખ્યાને વધારી શકે છે અથવા તો ઘટાડી શકે છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર ખતમ થવા આડે હવે બે સપ્તાહથી પણ ઓછો સમય ગાળો છે. પ્રચારનો ૧૦મી મેના દિવસ સાંજે પાંચ વાગે અંત આવનાર છે. બાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા દેખાઇ રહી છે. શાહ છેલ્લા એક સપ્તાહથી કર્ણાટકમાં છે. એવી આશા છે કરે ચૂંટણી પ્રચાર પૂર્ણ થશે ત્યાં સુધી અમિત શાહ કર્ણાટકમાં જ રહેનાર છે. આનુ એક કારણ એ પણ છે કે હવે કર્ણાટક એકમાત્ર એવુ રાજ્ય છે જ્યાં ચૂંટણી યોજાઇ રહી છે. દક્ષિણી રાજ્યોમાં સ્થિતીને મજબુત કરવા માટે આ એક કેન્દ્ર તરીકે છે. પાર્ટી રાજ્યની સત્તા હાંસલ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ ૨૦૦૮માં ભાજપે સત્તા કબજે કરી હતી. દક્ષિણી ભારતમાં કર્ણાટકમાં ભાજપની સ્થિતી સૌથી વધારે મજુત છે. જા કે મોદી પ્રચારના અંતિમ તબક્કામાં પ્રચાર કરવા અને માહોલ ભાજપ તરફી કરવા માટે જાણીતા રહ્યા છે. ભાજપને ફરી એકવાર મોદી મેજિકની આશા છે. તેમના નામ પર હાલમાં ૧૫ રેલી છે. કર્ણાટકમાં ૧૨મી મેના દિવસે મતદાન યોજાનાર છે. ૨૨૪ સીટ પર મતદાન થયા બાદ ૧૫મી મેના દિવસે પરિણામ જાહેર કરાશે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કારણ કે, વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે આના કારણે દિશા નક્કી થનાર છે. ભગવા વનમાં રહેતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉમેદવારીપત્રો દાખલ કરવાની તારીખથી જ ભાજપ માટે કર્ણાટકમાં ડેરો જમાવી ચુક્યા છે. યોગી પણ મતદાનની તારીખ સુધી જારદાર પ્રચાર કરનાર છે. યોગી મારફતે પાર્ટી હિન્દુત્વના મુદ્દાને વધુ શક્તિશાળીરીતે રજૂ કરવાના પ્રયાસ કરશે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યરીતે ત્રિકોણીય સ્પર્ધા થશે જેમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત જેડીએસ વચ્ચે મુખ્ય ટક્કર છે. કર્ણાટક ચૂંટણી પહેલા ભાજપે પોતાના તમામ પાસા હવે મજબૂતરીતે રજૂ કરવા તૈયારી કરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"