સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્રારા ચાવજ ખાતે સમાજની વાડી તથા શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન વિધિ યોજાઈ.

0
141

ભરૂચ જિલ્લાના ચાવજ ગામ ખાતે આજ રોજ સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્રારા આયોજીત સમાજની વાડી તથા શૈક્ષણિક સંકુલનું ભૂમિ પૂજન તથા ખાતમહુર્ત પ.પૂ મહા મંડલેશ્વર ૧૦૦૮ ઝાંઝરખાના ગાદીપતિ ડો.શંભુનાથ મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્રારા છેલ્લાં કેટલાંય સમય થી સમાજ માટે વાડી અને શૈક્ષણિક સંકુલની જરૂરિયાત હતી જેન ભાગરૂપે આજ રોજ પવિત્ર અષાઢી બીજ નિમિત્તે ભરૂચ ના ચાવજ મુકામે સમાજની વાડી અને શૈક્ષણિક સંકુલનું ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.સાથે આગેવાનો દ્રારા તખ્તીની પણ અનાવરણ વિધિ યોજાઈ હતી.

આ પ્રસંગે ઝાંઝરખાના ગાદીપતિ પ.પૂ. ડો.શંભુનાથ મહારાજ, માં મણીબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ (નવેઠા)ના સ્થાપક ધનજી પરમાર, ખેડૂત આગેવાન જયેશ પટેલ, રાજેન્દ્ર સુતરીયા, ધર્મેશ પરમાર, મહેશ પરમાર,ચાવજ ગામના સરપંચ અપેક્ષા પટેલ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY