ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે વરુણદેવને રીઝવવા ચોવીસ કલાક અખંડ રામ ધુન કરાઈ

0
666

ભચાઉ તાલુકાના સામખિયાળી ગામના શાંતિનગર પ્લોટ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ ગાયત્રી મંદિર મુકામે પુ.બ્રહ્મલીન સંત શ્રી રાયમલ બાપા સેવક ગણ દ્વારા શુક્રવાર સાંજ ના આઠ વાગ્યાથી શનિવાર સાંજ ના આઠ વાગ્યા સુધી એમ ચોવીસ કલાક વરુણદેવને રીઝવવા માટે રામ ધૂન નું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ સમાજના લોકો લાલજીભાઈ મનજીભાઈ મહારાજ, મગનભાઈ ચકુભાઈ ગામોટ, ગણેશાભાઈ કાનાભાઈ છાંગા, હીરાભાઈ ચકુભાઈ સુથાર, ઈશ્વરભાઈ વીરાભાઇ જાટાવાડીયા, દામજીભાઈ રણછોડભાઈ ગામોટ, ભરત નરસીભાઇ મારાજ વિગેરે ભક્તજનો જોડાયેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંદિરના પૂજારી કાંતિલાલ ગોવિંદરામ નિમાવતે કર્યું હતું પૂજ્ય સંત શ્રી રાયમલ બાપાના સેવકગણો દ્વારા દરરોજ સવારે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી પ્રભાત ફેરી કરી પ્રભુનું નામ લઇ પક્ષીઓ માટે ચણ એકઠું કરવાનું ઉમદા કાર્ય પણ આ સેવક ગણો દ્વારા ઘણા સમયથી ચાલુ છે ત્યારે વરુણ દેવ ને રીઝવવા માટે કરાયેલ પ્રયાસ સાર્થક નીવડે અને કચ્છ તેમજ ગુજરાતની ધરાને તરબતર કરી અબોલ પ્રાણીઓને જીવતદાન મળે તેવા હેતુ સાથે ચોવીસ કલાક સુધી અખંડ રામધૂન કરાયું હતું

બ્યુરોચીફ કચ્છ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY