ભુજ શહેરમાં નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે બપોરના 3 કલાકે કચ્છી નવા વર્ષ અષાઢીબીજ ના દિવસે વિશાળ રથયાત્રાનું દરવર્ષની જેમ આયોજન કરાયું હતું જેમા ભગવાન જગનનાથ પુરીના વિશાળ રથે આકર્ષણ જમાવ્યું હતું અને અનેક સંસ્થા દ્વારા આ રથયાત્રામાં બહોળી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા સાથે નાના બાળકો દ્વારા દાંડિયારાશે પણ દર્શકોમાં અનેરું સ્થાન જમાવ્યું હતું આ રથયાત્રા શહેરના મહાદેવ ગેટ,બસ્ટેશન,વિડી હાઈસ્કૂલ,જ્યુબિલી ગ્રાઉન્ડ થઈ સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી અને મંદિરના સંતો મહંતો જોડાયા હતા આ રથયાત્રાને સફળ બનાવવા ભુજ શહેર પોલીસ સ્ટેશન એલ.સી.બી,એસ.ઓજી ટ્રાફિક પોલીસ,એ ડિવિઝન,બી ડિવિઝન પોલીસ ના અધિકારી સહિત આ રથયાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો
રિપોર્ટ : બિમલ માંકડ 78846 35092 ધર્મેશ જોગી 9879187080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




