વાંસદામાં જીપના ચોરખાનામાં છુપાવી લઈ જવાતો ૧.૩૫ લાખનો દારૂ ઝડપાયો

0
102

વાંસદા પોલીસે બાતમી આધારે રાણી ફળિયા ગામે નાકાબંધી કરી બોલેરો પિકઅપ ગાડીમાં ચોરખાનામાં સંતાડેલો દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ૧,૩૫,૦૦૦ના દારૂના જથ્થા સાથે કુલ ૬,૩૮,૬૦૦ના મુદ્દામાલ સાથે અમરેલીના શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી વાંસદા પોલીસે હાથ ધરી હતી. વાંસદા પોલીસ મથકના સુનિલ વિનોદને બાતમી મળી હતી કે, ધરમપુર તરફથી એક સફેદ ગાડી નં. જી.જે. ૧૩ ડબલ્યુ. ૨૪૪૬માં દારૂનો જથ્થો લઈ પસાર થવાનો છે. જેના આધારે વાંસદા પોલીસ ટીમે રાણી ફળિયા ગામે પુલ ઉપર નાકાબંધી કરી હતી. બાતમીવાળી બોલેરો ગાડી આવતાં તેને ઉભી રાખી તપાસ કરતાં ગાડીના માલસામાન મૂકવાના તળિયાના ભાગે નટબોલ્ટથી ફિટ કરેલા ચોરખાનામાંથી ઈંગ્લિશ દારૂની બાટલી ૧૮૬ નંગ કિંમત રૂ. ૧,૩૫,૦૦૦, મોબાઈલ કિંમત. ૩૦૦૦, રોકડા રૂ. ૬૦૦, પીકઅપ ગાડીની કિંમત ૫ લાખ મળી કુલ ૬,૩૮,૬૦૦ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સાજીદ અબ્દુલ નાયાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો દમણની અલગ અલગ વાઈન શોપમાંથી વેચાતો લઈ અમરેલી વેચાણ માટે લઈ જતો હતો. આથી વાંસદા પોલીસે ગુનો નોંધ્યો હતો. જેની વધુ તપાસ વાંસદા સી.પી.એસ.આઈ. ચાવડા કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY