રાજપીપળા નાગરિક બેંકના સભાખંડમાં ઇન્ચાર્જ મેનેજરની અધ્યક્ષતામાં પ્રથમ બોર્ડ મિટિંગ મળી,અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન,વા.ચેરમેન,એમડીની વરણી કરાઈ.
રાજપીપળા:રાજપીપળા નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 5 વર્ષની ટર્મ માટે પ્રથમ વખત તમામે તમામ 11 બેઠકોની 25મી ફેબ્રુઆરીએ રાજપીપળા સરકારી હાઈસ્કૂલમાં ચૂંટણી યોજાઈ હતી.જેમાં 12000 સભાસદોમાંથી ફક્ત 3919 મતદારોએ જ મતદાન કર્યું હતું.બાદ 26મી ફેબ્રુઆરીએ રાજપીપળા નાગરિક સહકારી બેંકના સભખંડમાં મતગણતરી યોજાઈ હતી.મધરાત્રી સુધી ચાલેલી મતગણત્રીના અંતે હિતરક્ષક પેનલના 7 અને સહકાર પેનલના 4 ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા હતા.આમ સમગ્ર રાજપીપળા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી રાજપીપળા નાગરિક બેંકની ચૂંટણીમાં હિતરક્ષક પેનલે ક્લિનસ્વિપ મારી બહુમતી મેળવી હતી.
ગુરુવારે રાજપીપળા નાગરિક સહકારી બેંકના સભાખંડમાં ઇન્ચાર્જ મેનેજર નીતિન મલાવીયાની અધતાક્ષતામાં ચૂંટણી બાદ પ્રથમ બોર્ડ મિટિંગ મળી હતી.જેમાં હિતરક્ષક પેનલના ચૂંટાયેલા 7 અને સહકાર પેનલના ચૂંટાયેલા 4 ડિરેક્ટરો મળી કુલ 11 ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન,વા.ચેરમેન અને એમડીની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી.જેમાં ચેરમેન તરીકે ડો.નિખિલ મેહતા,વા.ચેરમેન તરીકે ડો.સમીર મેહતા અને એમડી તરીકે અમિત ગાંધીની સર્વાનુમત્તે વરણી કરાઈ હતી.
રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"