વાપી થી ચાણોદ નર્મદા માં કાકા ની અસ્થિ પધરાવી પરત જતા પટેલ પરિવાર ને અકસ્માત થતા એકનું મોત છ ને ગંભીર ઇજા 

0
44

વિધિ પતાવી પરત ફરતી વખતે તવડી ગામ પાસે પટેલ પરિવાર ની ગાડી પલ્ટી જતા અકસ્માંત થયો તમામને રાજપીપલા સિવિલ લવાયા બાદ બે બાળકો સહીત ત્રણ ને  વડોદરા રીફર કરાયા

રાજપીપલા: વાપી તાલુકાના રાતા ગામથી કાકાની અસ્થિ પધરાવવાની વિધિ માટે ચાણોદ ની નર્મદા નદી  ખાતે પોતાની ઈકો ગાડી ન.જી જે ૧૫ સી એફ ૬૧૫૧ લઈ આવેલા પટેલ પરીવાર ના કુલ આઠ સભ્યો ને વિધિ પતાવી પરત વાપી ફરતી વખતે તવડી ગામ પાસે ના ડાયવર્જન પર ટન મારતા અચાનક ગાડી પાર નો કાબુ ભમી જતા ગાડી રોડ ની સાઈડ માં પલ્ટી ખાઈ જતા અંદર બેઠેલા બે બાળકો સહીત પરીવાર ના સભ્યો એ બુમાબુમ કરતા નજીકના લોકો દોડી આવ્યા બાદ ૧૦૮ ને જાણ કરતા તમામને રાજપીપલા સિવિલ માં લવાયા હતા ત્યારે એમાં ઘટના સ્થેળે ઇન્દ્રવદનભાઈ અરવિંદભાઈ પટેલ નું મોત થયું હતું જયારે અંદર બેઠેલા કુલ આઠ પૈકી બીજા છ ને ગંભીર ઈજાઓ થઈ હતી ઇજાગ્રસ્તો માં ધવલ ધીરુ પટેલ ધૃતિબેન ધીરુ પટેલ લીલાબેન ઇન્દ્રવદન પટેલ આર્યન ઇન્દ્રવદન પટેલ અશોક ધનજી પટેલ અને વીર ઇન્દ્રવદન પટેલ નો સમાવેશ થાય છે જેમાં બે બાળકો માં આર્યન અને વીર સહીત કુલ ત્રણ ને વડોદરા રીફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે

ચીફ રિપોર્ટર નર્મદા ભરત શાહ મોં.ન.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY