વાપી-વલસાડ-પારડી,તા.૨
વાપીમાં બેફામ બનેલા તસ્કરોને ઝેર કરવા પોલીસે કમર કસી છે. ત્યાં પોલીસના હાથ એક એવી ચોર ત્રીપુટી ઝડપાઈ છે જે ધોળે દહાડે ચોરીને અંજામ આપતી હતી.
મળતી માહિતી પ્રમાણે વાપી જીઆઈડીસી પોલીસના સકંજામાં એક ચોર ટોળકી આવી છે. આ ટોળકીએ વલસાડ, વાપી અને પારડી સહિતના શહેરોમાં તરખાટ મચાવ્યો હતો. આ ત્રિપુટીએ એક પછી એક અનેક ચોરીઓ કરીને આ શહેરોમાં હંગામો મચાવી દીધો હતો. ચોરી કરીને પોલીસ સહિત સ્થાનિક લોકોના નાકમાં દમ લાવી દીધો હતો. નવાઇની વાત તો એ છેકે આ ટોળકી રાતના અંધારામાં નહીં પરંતુ દોળે દહાડે ચોરીને અંજામ આપતી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ટોળકીનો એક સભ્ય સોસાયટીઓમાં ફરી કરીને રેકી કરતો હતો. બંધ મકાન શોધી તેને નિશાન બનાવવામાં આવતું હતું. ત્યારબાદ તક મળતા તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી આપતા ચોરને અંજામ આપતા હતા. પરંતુ આ ચોરોનો ખેલ ત્યારે બગડ્યો જ્યારે વાપી એલસીબી પોલીસને તેમની બાતમી મળી હતી. વાપી પોલીસે વોચ ગોઠવીને આ કુખ્યાત ત્રીપૂટીને પકડી પાડી હતી.
મળતી માહિતી પ્રમાણે કાર લઈ ચોરી કરવા નિકળતી આ ટોળકીએ પોલીસ સમક્ષ ચોરીના છ ગુનાની કબૂલાત કરી છે. પોલીસની વધુ પૂછપરછમાં ચોરીની અન્ય ઘટનાઓ પરથી પણ પડદો ઉચકાય તેવી શકીયતા નકારી શકાય નહી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



