ખેડૂતે વડાપ્રધાન મોદીને ૪૯૦ રૂપિયાનો મની આૅર્ડર મોકલ્યો..!!

0
9

ખેડૂતો છેલ્લા ચાર વર્ષથી બટેટાના પાકમાં ભારે નુકશાન વેઠી રહ્યા છે
ન્યુ દિલ્હી,તા.૨
બટેટાના પાકમાં સતત નુકશાનથી આગ્રાના ખેડૂતે વડાપ્રધાને નરેન્દ્ર મોદીને ૪૯૦ રૂપિયાનો મનીઓર્ડર મોકલવામા આવ્યો છે. ખેડૂતને અંદાજે ૧૯ ટન બટેટા વેચ્યા બાદ ૪૯૦ રૂપિયા જ બચ્યા હતા.ખેડૂતે છેલ્લા ચાર વર્ષથી બટેટાના પાકમાં નુકશાન થઇ રહ્યા છે.બરોલી અહીરના નગલા નાથુ નિવાસી પ્રદીપ શર્માએ છેલ્લા વર્ષે લગભગ ૧૦ એકર જમીનમાં બટેટાની લણવામાં આવી છે.તેમાં અંદાજે ૧૧૫૦ પેકેટ બટેટાનું ઉત્પાદન થયું છે.પ્રદીપે ૨૪ ડિસેમ્બરને ૩૬૮ પેકેટ બટેટા મહારાષ્ટ્રની અકોલાની મંડીમાં વેચ્યા.
આ બટેટા ૯૪૬૭૭ રૂપિયામાં વેચાયા. તેમાંથી ૪૨૦૩૦ રૂપિયા મોટર ભાડું,૯૯૩.૬૦ રૂપિયા લણવાના, ૩૭૯૦ દલાલી, ૧૦૦ રૂપિયા દ્રાફ્ટના મશીનના, ૪૦૦ રૂપિયા બીજા ખર્ચ થયો.૧૫૦૦ રૂપિયા લેવાયા.ખુલ ખર્ચ ૪૮૧૮૭ રૂપિયા કાઢીને ૪૬૪૯૦ રૂપિયા મળ્યા.અંદાજે ૪૯૦ રૂપિયા બચ્યા.
તેમાંથી કોલ્ડ સ્ટોરેજ અને વારદાનાનો ખર્ચ પ્રતિ પેકેટ ૧૨૫ રૂપિયા છે.૩૬૮ પેકેટ બટેટાના કોલ્ડ સ્ટોરેજનું ભાડું ૪૬ હજાર રૂપિયા થાય છે.આ પ્રકારે ખેડૂતને ૩૬૮ પેકેટ બટેટા વેચવા પર અંદાજે ૪૯૦ રૂપિયા હાથમાં આવ્યા.ખેડૂત પ્રદીપ શર્માએ જણાવ્યું કે આ તો ફકત કોલ્ડ સ્ટોરેજ અને મંડી ખર્ચ છે.તેમાં હજુ ખેતીનો ખર્ચ સામેલ કરવામાં આવ્યો જ નથી.એવામાં ખેડૂતનું પેટ શું કરશે.વડાપ્રધાનને મનીઓર્ડર કરીને વળતર માંગ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY