વરાછામાં વૃદ્ધાને બંધક બનાવી દાગીનાની લૂંટ:પ્રતિકાર કરતાં હાથમાં ચપ્પુ ઝીંકી દીધું.

0
71

વરાછારોડ વિસ્તારમાં આવેલ ખોડિયારનગર ખાતે રહેતા એક સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારના ઘરમાં હાથમાં તિક્ષ્ણ છરી સાથે એક બુકાનીધારી લૂંટારૂ ત્રાટક્યો હતો. લૂંટારુ એ ઘરમાં વૃધ્ધ મહિલાને બંધક બનાવીને કાનની બુટ્ટી ખેંચી લીધી હતી. ઉપરાંત મહિલાએ લૂંટારૂનો પ્રતિકાર કરતા તેણીના હાથમાં છરી વાગતાં ઈજા પહોંચી હતી. લૂંટારૂ કાનની બુટ્ટી લુંટીને ફરાર થઈ ગયો હતો. આમ, વરાછા વિસ્તારમાં ચોરી લુંટ ના બનાવો વધી રહ્યા હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. કાપોદ્રા પોલીસના જણાવ્યા મુજબ સ્થાનિક ખોડીયારનગર વિસ્તારમાં આવેલ શ્યાણી સોસાયટીમાં રહેતા શંભુ સવજી માલાણીની પત્ની સુમિત્રાબેન ગઈકાલે સાંજે ઘરમાં એકલા હતા, એ સમયે આશરે ૩૦ વર્ષનો રાખોડી રંગનું શર્ટ અને કાળું પેન્ટ પહેરેલ અજાણ્યો બુકાનીધારી યુવાન હાથમાં તિક્ષ્ણ છરી લઈને ધસી આવ્યો હતો. ઉપરાંત વૃધ્ધા સુમિત્રાબેનના કાનમાં પહેરેલી સોનાની સેર ને છરી બતાવીને ખેંચી લીધી હતી. આ બનાવના પગલે બીજા મકાનમાં રહેલા પૌત્ર નિત ને બુમ મારવાનું સમિત્રાબેને ગળે મુકેલ તિક્ષ્ણ છરી પકડીને વળતો પ્રતિકાર કરતાં તેમનાજમણા હાથની આંગળીઓઅને હથેળીમાં ઈજા થઈ હતી. માલાણી પરિવારના ઘરમાં હથિયાર સાથે ત્રાટકીને લૂંટારૂએ કાનની સેર લુંટીને ભાગી છુટયો હતો. લુંટનો ભોગ બનેલ સુમિત્રાબેનએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પો.ઈ.વી.કે. પટેલે તપાસ આદરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY