સુરત,
તા.૧૦/૫/૨૦૧૮
સુરત મ્યુનિ. કમિશ્નરે દબાણની કામગીરી સારી રીતે થાય તે માટે દબાણ વિભાગની ટીમની દર ત્રણ મહિને બદલી કરવાની ચીમકી આપતાની સાથે જ બીજા દિવસે કેટલાક વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરાછાના દબાણ માટે કુખ્યાત કોહીનુર રોડ પર વહેલી સવારે દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી. દબાણ દુર કરવાની કામગીરી થતાં જ થોડો સમય માટે દોડાદોડી થઈ ગઈ હતી પરંતુ ત્યાર બાદ ફરી લારીઓના દબાણ થઈ ગયાં હતા. સુરત મ્યુનિ.ના વરાછા ઝોનમાં દબાણ માટે કુખ્યાત કોહીનુર રોડ પર લારીઓ આવવાનું શરૃ થાય તે પહેલા જ દસ વાગ્યાની આસપાસ દબાણ વિભાગની ટીમ ત્રાટકી હતી. જાકે, આ સમય દરમિયાન આ રોડ પર પુરેપુરી લારીઓ આવી ન હતી.
તેમ છતાં જેટલી લારીઓ હતી તેટલી લારીઓમાંથી સામાન ખાલી કરીને લારીઓ જપ્ત કરવામાં આવી હતી. આ વિસ્તારમાં દબાણ દુર કરવા દરમિયાન કોઈ વિરોધ ન થાય તે માટે મ્યુનિ.નો સિક્યુરીટી સ્ટાફ હાજર રખાયો હતો. લારીઓ ઉચકીને મ્યુનિ.નો સ્ટાફ જતા રહ્યાંના થોડા જ સમયમાં દબાણ કરનારાઓ ફરી બીજી લારી લઈને ગોઠવાઈ ગયાં હતા. તેમ છતાં આજે કોહીનુર રોડ પર થોડો સમય માટે ટ્રાફિકની સમસ્યા દુર થઈ હતી. કમિશ્નરની ચીમકી બાદ બીજા દિવસે દબાણ દુર કરવાની કામગીરી શરૃ તો થઈ છે પરંતુ આ કામગીરી વધુ આક્રમક થાય તો જ દબાણની સમસ્યા દુર થઈ શકે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"