મોદીનો હૂંકાર : બનારસ જીતી લીધુ,હવે પોલિંગ બૂથ જીતવાના બાકી

0
8

વારાણસી,તા.૨૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. શુક્રવારે વિજય મુહૂર્તમાં મોદીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સાથે જ પીએમ મોદીની સાથે ચાર પ્રસ્તાવક ઉપસ્થિત રહ્યા. ચાર પ્રસ્તાવકોમાં વારાણસીમાં અગ્નિ સંસ્કાર કરનારાઓના પ્રમુખ જગદીશ ચૌધરી, મદન મોહન માલવિયાના માનેલાદિકરી અન્નપૂર્ણા શુક્લાનો સમાવેશ થતો હતો. પીએમ મોદી ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમને પગે લાગ્યા હતા. આ સિવાય કૃષિ વૈજ્ઞાનિક રામશંકર પટેલ અને સંઘ કાર્યકર્તા સુભાષ ગુપ્તા સામેલ રહ્યા.
આ અગાઉ સવારે તેમણે વારાણસીના દ્વારપાળ એવા કાલ ભૈરવના મંદિરમાં જઈ પૂજા કરી હતી. વડાપ્રધાને ઉમેદવારી પત્ર ભરતા અગાઉ એનડીએનું શકિતપ્રદર્શન કર્યું હતું. પીએમ મોદીએ ઉમેદવારી નોંધાવતા અગાઉ બૂથ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.
હું પણ બૂથ કાર્યકર રહીચુકવ્યો છું. મને પણ દીવાલો પર પોસ્ટર ચિપકાવવાની તક મળી હતી. તેમણે કહ્યું કે હું ગંદામાં ગંદા કચરામાંથી ખાતર બનાવું છું અને તેનાથી જ કમળ ખિલવું છું. તેમણે કહ્યું કે ગઈ કાલે જે દ્રશ્ય હું જોઈ રહ્યો હતો તેમાં મને તમારા પરિશ્રમ અને પરસેવાની મહેંક આવી રહી હતી. દેશભરના કાર્યકરોની મહેનત છે કે આજે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કાશી ઘાટથી પોરબંદર સુધી ઉત્સાહનો માહોલ છે. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં આટલી ચૂંટણી થઈ પરંતુ આ ચૂંટણી બાદ પોલિટિકલ પંડિતેઓ માથાપચ્ચી કરવી પડશે. કારણ કે આઝાદી બાદ પહેલીવાર પ્રો ઈન્કમ્બન્સી લહેર જાવા મળી રહી છે. હું ચૂંટણી તો ગઈ કાલે જ જીતી ગયો, હવે તો પોલિંગ બુથ જીતવાના છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશના લોકો જ કહી રહ્યાં છે કે ફરી એકવાર મોદી સરકાર. આ વખતે જનતા ચૂંટણી લડી રહી છે. જનતા ૫ વર્ષના અનુભવના આધારે અનેક આશા, આકાંક્ષા લઈને આપણી સાથે જોડાઈ ગઈ છે. જનતાએ સમગ્ર દેશનું રાજનીતિક ચરિત્ર બદલી નાખ્યું છે. બૂથ કાર્યકરોને પ્રોત્સાહિત કરતા તેમણે એમ પણ કહયું કે એક કામ જે હું ન કરી શકિયો તે તમે કરી શકો તેમ છે.
પીએમ મોદીએ કહ્યું કે આ વખતે ચૂંટણીમાં આપણે કેટલાક રેકોર્ડ પણ તોડવાના છે. હું ઈચ્છું છું કે લોકતંત્ર જીતવું જોઈએ. અત્યાર સુધી બનારસ, ઉત્તર પ્રદેશમાં જેટલું પણ પોલિંગ થયું છે તેનાથી વધુ વોટિંગ થાય તે રેકોર્ડ તોડવાનો છે. દુનિયાને બતાવવાનું છે કે મતદાનના તમામ રેકોર્ડ આપણે તોડી નાખીશું. મારી એક ઈચ્છા છે જે ગુજરાતમાં પણ હું પૂરી કરી શકિયો નહીં. શું બનારસવાળા તે ઈચ્છા પૂરી કરશે? હું ઈચ્છું છું કે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું મતદાન ૫ટકા વધુ થવું જાઈએ. આપણે બધા કાર્યકરો માત્ર છીએ. ચૂંટણી તો જનતા લડી રહી છે. તેમણે કહ્યું કે એક એક મત ખુબ મહત્વપૂર્ણ છે.
પીએમ મોદીએ કહ્યું કે હું અમદાવાદી છું. પાક્કો અમદાવાદી, અમદાવાદીઓ સિંગલ ફેર દબલ જર્નીમાં માને છે. ઓછામાં ઓછા ખર્ચે ચૂંટણી લડી શકાય છે. તમારા પોલિંગ બૂથ પર જા ૧૦૦૦ મત હોય તો તેનો અર્થ એ થયો કે ૨૫૦ પરિવાર છે. માની લો કે બૂથ પર ૨૫ કાર્યકર છે. એક કાર્યકરને ૧૦ પરિવાર પર લગાવો. તે કાર્યકરને જણાવી દો કે તમારી ચા, ખાવાનો ખર્ચો બંધ. તમે તે ૧૦ પરિવારોમાં જાઓ અને ખાવાનું, ચા, ટીવી બધુ ત્યાં જ કરો.
પીએમ મોદીએ કાર્યકરોને કહ્યું કે કોઈ મોદીને ગમે તેટલી અભદ્ર ગાળ આપે તેની ચિંતા ન કરો. તમે એ ગાળો મોદીના ખાતામાં પોસ્ટ કરી દો. હું ગંદામાં ગંદી વસ્તુમાંથી ખાતર બનાવી નાખુ છું. હું તે ખાતરમાંથી કમળ ખીલવું છું. આપણે દિલ જીતવા માટે નીકળ્યા છીએ, પક્ષ આપોઆપ જીતી જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY