વડાપ્રધાન મોદીને હરાવવા ૧૫મીએ વારાણસીમાં પ્રિયંકા ગાંધી રોડ શો કરશે

0
6

વારાણસી,તા.૧૧
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી ૧૫ મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સસંદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો કરશે. પ્રિયંકાના રોડ શો સાંજે ૫ કલાકે શરૂ થશે અને વિશ્વનાથ મંદિરમાં ખતમ થશે. વારાણસીમાં લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં ૧૯ મેના રોજ મતદાન થશે. આ પહેલા પીએમ મોદીએ વારાણસીથી ઉમેદવારી પત્ર ભરતી વખતે રોડ શો અને ગંગા આરતી કરી હતી.
પ્રિયંકા ગાંધી ૧૫ મેના રોજ સાંજે ૪ વાગ્યે વારાણસી પહોંચશે. રોડ શો ખતમ થયા બાદ પ્રિયંકા ગાંધી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. કોંગ્રેસે અહીંયા અજય રાયને પીએમ મોદી સામે મેદાનમાં ઉતાર્યા છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં અજય રાય મોદી સાથે ડિપોઝિટ પણ બચાવી શકિયા નહોતા.
કાશીને ઓળખાણની કોઇ જરૂર નથી પરંતુ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભાજપ તરફથી પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદીએ અહીંથી ચૂંટણી લડવાની જાહેરાત કરતાં આ સીટ રાષ્ટÙીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમાચારમાં ચમકી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY