ભોળાનાથની કોઇએ ચિંતા કરી નહીં, બાબાને હવે મળશે મુકિત : મોદી

0
7

મોદીએ કહ્યું કે જ્યારે હું વડાપ્રધાન નહોતો, ત્યારે પણ કાશી આવતો હતો અને મને લાગતું હતું કે અહીં કંઈક કરવું જોઈએ
વારાણસી,તા.૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તર પ્રદેશના તોફાની પ્રવાસ દરમિયાન વારાણસી પહોંચ્યા. પીએમ મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને કાશી વિશ્વનાથ કોરિડોરનું ભૂમિપૂજન કર્યું. ત્યારબાદ તેમણે લોકોને સંબોધિત કર્યા. મોદીએ કહ્યું કે જ્યારે હું વડાપ્રધાન નહોતો, ત્યારે પણ અહીં આવતો હતો અને મને લાગતું હતું કે અહીં કંઈક કરવું જોઈએ. પરંતુ ભોલા બાબાએ નક્કી કર્યું હશે કે દીકરા વાતો બહુ કરો છો, અહીં આવો અને કંઈક કરીને બતાવો અને આજે ભોલા બાબાના આશીર્વાદથી આ સપનું પૂરું થઈ રહ્યું છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, જ્યારે મહાત્મા ગાંધી અહીં આવ્યા હતા તો તેમના મનમાં પણ એ પીડા હતી કે ભોલા બાબાનું સ્થાન આવું કેમ? અને બીએચયુના એક કાર્યક્રમમાં બાપુએ પોતાના મનની વ્યથા જણાવતા પોતાની જો તને રોકી નહોતા શકિયા.
પીએમ મોદીએ કહ્યું કે સદીઓથી આ સ્થાન દુશ્મનોના નિશાન પર રહ્યું, કેટલી વાર ધ્વસ્ત થયું, પોતાના અસ્તિત્વ વગર જીવ્યું. પરંતુ અહીંની આસ્થાએ તેને પુનઃજીવિત કર્યું અને આ ક્રમ સદીઓથી ચાલી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, આ કાશી વિશ્વનાથ ધામ હવે કાશી વિશ્વનાથ મંદિર પરિસરના નામે ઓળખાશે. તેનાથી કાશીની સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ બનશે.
સપાની પાછલી સરકાર પર નિશાન સાંધતા પીએમે કહ્યું કે યુપીની પાછલી સરકારના સમયે અસહયોગનો માહોલ હતો, નહીં તો આ કામ પહેલાં જ શરૂ થઇ ગયું હોત. તેમણે કહ્યું કે જો ત્રણ વર્ષ પહેલાં મને યુપીની તત્કાલીન સરકારનો સાથ મળ્યો હોત તો આજે તેનું ઉદ્ઘાટન કરી રહ્યો હોત. યુપીમાં યોગી સરકાર બન્યા બાદ કોરિડોર બનાવાની દિશામાં પ્રગતિ થઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY