વરસાદને લઇને સારા સમાચારઃ આવતે અઠવાડિયે વરસાદ પાકો

0
78

અમદાવાદ,તા.૨૩
રાજ્યમાં મેઘરાજાએ ગોરંભો આદર્યો છે ત્યારે સારો વરસાદ પડે તેવા દિવસો દૂર નથી. બફારાની અકળામણમાં રાહત આપે તેવા સમાચાર વરસાદને લઇને મળી રહ્યાં છે.હાલ બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હવે ચોમાસુ ગતિ પકડશે અને મંગળવારે ચોમાસાની સીઝનનો ખાતરી કરાવતો વરસાદ પડશે તેમ હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે..
આ વરસાદ લગભગ ૩૦ તારીખ સુધી સામાન્યથી લઇ છૂટાવાયાં રુપમાં પડી શકે થે. હાલ ગોવા અને મહારાષ્ટ્ર નજીક એક મજબૂત અપર એર સાઇક્લોનિક સર્કયૂલેશન સક્રિય થયું છે જે ૨૫મીથી ૩૦મી દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વાવાણી લાયક વરસાદ લાવશે. તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શરુઆત થાય તેમ છે.
વરસાદનું આ અઠવાડિયું જળવાયું તો આગામી માસમાં ૬ જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણીની શરુઆત જાવા મળશે.
આજે સૂરતમાં વરસાદ પડ્યો છે જેને લઇને ઓરસંગ નદીમાં પાણીની નવી આવક આવી છે. તે, એક મકાન પર વીજળી પડ્યાંના સમાચાર પણ મળી રહ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY