સુરત: સોસાયટીમાં પાણી ભરાતા અટકાવવા મહિલાએ રેતીની ગુણની આડાશ મુકી

0
116
વરસાદની તીવ્રતાથી પુણાની અનેક સોસાયટીમાં પાણી ભરાયા
સુરતમાં આજે વરસાદે શરૂ કરેલી ધુવાંધાર ઈનીગ્સમાં વરસાદની તીવ્રતાથી વરાછા-પુણાની અનેક સોસાયટીઓમાં પાણીનો ભરાવો થયો હતો. સોસાયટીમાંથી વરસાદનું પાણી અટકાવવા માટે મહિલાઓએ ભેગા મળીને રેતીની ગુણ મુકી હતી. તો પુણાના શિવન કોમ્પલેક્ષ પાસે થોડા જ વરસાદમાં કેડ સમા પાણી ભરાતા સીટી બસ સહિતના અનેક વાહનો ફસાયા હતા. આ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાતા હોવાથી મ્યુનિ.ની કામગીરી સામે સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો. સુરતમાં આજે સવારથી વરસતા વરસાદે લોકોને ગરમીથી તો રાહત આપી છે પણ વરાછા ઝોનના પુણા વિસ્તારની સંખ્યા બંધ સોસાયટીમાં તીવ્ર વરસાદના કારણે પાણીનો ભરાવો થયો છે. યોગી ચોક વિસ્તારમાં આવેલી યોગી સોસાયટીમાં વરસાદના પાણી રોડ પરથી સીધા સોસાયટીના રસ્તા પર ફરી વળ્યા હતા. પાણી વધુ ન આવે તે માટે સોસાયટીની મહિલાઓએ ભેગા મળીને રસ્તા પરપ રેતીની ગુણ મુકી દીધી હતી જ્યારે પુણાના શિવમ કોમ્પ્લેક્ષ વિસ્તારમાં થોડા વરસાદમા જ દર વર્ષે પાણીનો ભરાવો થતાં સ્થાનિકોમાં મ્યુનિ.ની કામગીરી સામે ભારે આક્રોશ ફેલાઈ રહ્યો છે. સ્થાનિકો કહે છે, છેલ્લા સાત વર્ષથી થોડો વરસાદ પડે તો પણ અહી લોકોને ઘરની બહાર નિકળવું પડે તેટલા પાણી ભરાય છે. આજે વરસાદમાં કેડ સમા પાણી ભરાયા હતા તેમાં સંખ્યાબંધ વાહનો ફસાયા હતા. વરસાદી પાણીના ભરાવામાં એક સીટી બસ પણ ફસાઈ હતી જેને ધક્કા મારીને બહાર કાઢવી પડી હતી. મ્યુનિ. તંત્ર યોગ્યક કામગીરી કરતી ન હોવાથી લોકોને ચોમાસાના સિઝનમા મુશ્કેલી વેઠવી પડે છે તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. સોસાયટીએ બનાવેલા બમ્પથી યોગી નગરમાં પાણી ભરાયા સુરતના પુણા વિસ્તારની યોગી સોસાયીટમાં પાણી ભરાવવાન ઘટના પાછળ મ્યુનિ. તંત્રએ સોસાયટીની આંતરિક જુથબંધીને જવાબદાર ગણાવી હતી. વરાછા ઝોનના અધિાકરીઓના જણાવ્યા પ્રમાણે પાણી ભરાવાવની ફરિયાદ સાથે મ્યુનિ.ના કર્મચારીઓ સ્થળ પર ગયાં હતા. જોકે, અહીં સોસાયટીએ રસ્તા પર વાહનોની ઝડપ ધીમી કરવા માટે બનાવેલા બમ્પના કારણે પાણી સીધું સોસાયટીમાં ઘુસી જાય છે. રસ્તા પર સ્ટ્રોમ ડ્રેઈન પણ છે પણ બમ્પના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી. બમ્પ દુર કરવા માટે સોસાયીટમાં બે ભાગ પડી ગયાં હોવાથી આ સમસ્યાનો હલ થઈ શકતો નથી. ઉપરાંત આ સોસાયટીએ મ્યુનમિ. પાસે પાણી અને ડ્રેનેજની સુવિધા લેવાનો પણ ઈન્કાર કરી દીધો છે. જો બમ્પ દુર થઈ જાય તો પાણી સીધું સ્ટ્રેોમ ડ્રેઈનમાં જઈ શકે છે. જોકે, આજે વરસાદની તીવ્રતા પણ વધુ હોવાથી કેલાકવિસ્તારમાં પાણીનો નિકાલ ધીમો થાતં પાણી ભરાયા હોવાનું પણ મ્યુનિ.તંત્રએ કબુલ્યું હતું. વરાછાના બરોડા પ્રિસ્ટેજની દુકાનો શટર સુધી પાણી પહોંચ્યા સુરતના વરાછા ઝોન વિસ્તારમાં અનેક દુકાનોથીધમધમતા એવા બરોડા પ્રિસ્ટેજ નામનો વિસ્તારમાં નાની નદી વહેતી હોય તેવા દ્રષ્યો વહેલીસવારે સર્જાય હતા. વરસાદની તીવ્રતાના કારણે અન્ય વિસ્તારની જેમ આ વિસ્તારમાં પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોની દુકાનના શટર સુધી પાણીનો ભરાવો થતાં દુકાનદારો ચિંતામાં મુકાયા હતા. દુકાનદારોએ ભેગા થઈ પાણીના નિકાલ માટેની કામગીરી પણ શરૃ કરી હતી. સ્થાનિક દુકાનદારોએ આક્ષેપ કર્યો હતો કે મ્યુનિ.ની નબળી પ્રિમોન્સુન કામગીરીના પગલે આ વિસ્તારમાં પાણીમનો ભરાવો થઈ રહ્યો છે. મેઈન રોડ પર પણ પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોને વાહન ચલાવાવમાં પણ મુશ્કેલી પડી હતી. વરસાદના પાણીના ભરાવાના કારણે કેટલાક દુકાનદારોએ સવારે દુકાન ખોલી જ ન હતી. બપોર બાદ વરસાદનું જોર ઘટતાં દુકાનદારો અને સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY