હવે ૫૦ કરોડથી વધુ લોન લેનારા લોકોના પાસપોર્ટ પર કેન્દ્ર સરકાર નજર રાખશે

0
101

ન્યુ દિલ્હી,
તા.૬/૩/૨૦૧૮

લોન લઈને વિદેશ જતા રહેતા ભાગેડુઓથી પરેશાન સરકાર આ.૫૦ કરોડથી વધારે લોન લેનારા લોકોના પાસપોર્ટની વિગતો મેળવશે. નાણામંત્રાલય સરકારી માલીકીની બેન્કોને આવા ઋણધારકોના પાસપોર્ટની વિગતો મેળવવા જણાવે તેવી શકયતા છે. સંસદના ચાલુ સત્રમાં ફયુજિટીવ ઈકોનોમીકસ ઓફેન્ડર્સ બીલ રજૂ થવાની શકયતા છે. ત્યારે આ હિલચાલ શ થઈ છે.

એક સરકારી અધિકારીએ કહ્યું કે આ દિશામાં વિચારણા ચાલે છે. તેમણે કહ્યું અમે બેન્કો ઈન્ટેલિન્સ એજનસીઓ અને અન્ય સરકારી વિભાગો વચ્ચે સંકલન વધારવા પ્રયાસ કરી રહ્યા છીએ. બેન્કોને કોઇ ખાતામાં છેતરપીંડીયુકત પ્રવૃત્તિ થતી હોવાની શંકા જાય તો તે એજન્સીઓને એડવાનસમાં જણાવી શકે છે.

સરકાર માને છે કે આવી માહિતી કે લોન લઈને ભાગી જનારાઓને પકડવામાં મદદ મળશે. જવેલર નિરવ મોદી અને તેના મામા મેહલ ચોકસીના બનાવ બાદ આ વિચારણા શ થઈ છે. મોદી-ચોકસીએ સાથે મળીને પીએનબી સાથે ા.૧૨૭૦૦ કરોડની છેતરપીંડી કરી છેફ. આ બન્ને ઉપરાંત સરકાર વિજય માલ્યાને પણ યુકેથી પરત લાવવા પ્રયાસ કરે છે. જેણે કિંગફીશર એરલાઈન્સ માટે લોન લીધા બાદ તેની ચુકવણી કરી નથી. માલ્યા પર મની લોન્ડરીંગનો પણ આરોપ છે. આ ઉપરાંત ભુતપુર્વ ક્રિકેટ વહિવટદાર લલીત મોદીને પ્રત્યાપર્ણ દ્વારા ભારત લાવવાના પ્રયાસ થાય છે. જેમાં હજુ સફળતા મળી નથી.

એક અધિકારીએ જણાવ્યું કે વિલફુલ ડિફોલ્ટર્સને ઓળખવા માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. તેમના પાસપોર્ટની સર્ટીફાઈડ નકલ મેળવીને અમે માનીએ છીએ કે પ્રમોટર્સ પર વધારાનું દબાણ આપશે કારણ કે તેઓ જાણે છે કે તેઓ દેશ છોડીને ભાગવાનો પ્રયાસ કરશે તો તેમને એરપોર્ટ પર અટકાવવામાં આવી શકે છે. ગયા સપ્તાહમાં નાણામંત્રાલયે સરકારી માલિકીની બેન્કોને ૧.૫૦ કરોડથી ઉપરની નોન પરર્ફોમીંગ એસેટસમાં કોઈ ગોટાળા થાય છે કે નહીં તેની તપાસ કરવા કહ્યું હતું. નાણામંત્રાલયે કમિટમેન્ટ ટુ કલીન એન્ડ રિસ્પોન્સીવ બેન્કીંગ અંગે નોટમાં જણાવ્યું કે બેન્કોએ સીબીઆઈ, ઈડી, ડીઆરઆઈને તમામ શંકાસ્પદ કેસની જાણ કરવાની રહેશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY