ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર પ્રમુખ રહી ચૂકેલાં પાલ મેનફોર્ટને ૪૭ મહિનાની સજા

0
8

વાશિંગ્ટન,તા.૮
વર્ષ ૨૦૧૬ની અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર અભિયાનના પ્રમુખ રહેલા પાલ મેનફોર્ટને ટેક્સ અપરાધ અને બેંક ફ્રોડના મામલામાં ૪૭ મહિનાની કેદની સજા ફરમાવવામાં આવી છે. કહેવાય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપ સાથે જાડાયેલા મામલામાં રાષ્ટ્રપતિના કોઇ સહયોગીને આપવામાં આવેલી આ સૌથી આકરી સજા છે. આ મામલાની તપાસ વિશેષ વકીલ રોબર્ટ મુલરે કરી હતી. જાકે લોકોને અપેક્ષા હતી કે ૬૯ વર્ષી મેનફોર્ટને ઘણી વધારે સજા થઇ શકે છે.
મુલરની વધારે સજા ફટકારવાની દલીલ ફગાવી દેતા જજે ૧૯થી ૨૪ વર્ષની સજા માટે અધિકૃત દિશાનિર્દેશોને વધારે જણાવ્યાં. આગામી સપ્તાહે મેનફોર્ટની અન્ય એક મામલામાં સુનાવણી હાથ ધરાશે. એવું મનાય છે કે એ મામલામાં તેમને અધિકતમ ૧૦ વર્ષની સજા થઇ શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY