વાશિંગ્ટન,તા.૨૭
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું કે, ગૂગલના સીઈઓ (ચીફ એકિજકિયુંટિવ ઓફિસર) સુંદર પિચાઇ સંપૂર્ણ રીતે અમેરિકાને સમર્પિત છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સુંદર પિચાઇ પર ચીનની આર્મીને મદદ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ટિવટ કરીને લખ્યું કે, “મેં હમણા @Google ના પ્રમુખ @sundarpichai સાથે મુલાકાત કરી હતી. તેઓ બહુ સારું કામ કરી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેમણે મને ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ ફક્ત અમેરિકન આર્મીને સમર્પિત છે, ચીનની આર્મીને નહીં.
ઉલ્લેખનીય છે કે મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે ચીનમાં ગૂગલની બિઝનેસ પ્રવૃત્તિઓથી ચીનના લશ્કરને ફાયદો મળી રહ્યાનો આક્ષેપ લગાવ્યો હતો.
અમેરિકન આર્મીના ટોચના અધિકારીએ પણ અમેરિકાની ટેક કંપનીઓને અપીલ કરી હતી કે તેઓ નેક્સ્ટ જનરેશન ૫જી ટેક્નોલોજી પર વધારે કામ કરે જેના કારણે અમેરિકાએ ચીનની કંપનીઓ જેવી કે હુવાઈ પર આધાર રાખવો ન પડે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





