જુનાગઢ,તા.૨૮
જૂનાગઢમાં જાહેરમાં અંગત અદાવતમાં એક યુવાનની કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં ત્રણ આરોપીઓને ઘટનાસ્થળે જ પકડી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો, જૂનાગઢના રેલવે સ્ટેશન સામે આવેલ પેટ્રોલ પમ્પમાં પેટ્રોલ ભરવા આવેલ મહેમુદ સુમરા ઉપર પાછળથી આવેલ ચાર શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. ચાર શખ્સોએ પહેલા છરી વડે હુમલો કરી તેને બાઇક પરથી પછાડીને નીચે પાડ્યો હતો, ત્યારબાદ તેના ઉપર ફાયરીગ કરવામાં આવ્યું હતું અને માથામાં છરી મારી તેને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
હત્યા કરી ભાગતા ત્રણ આરોપીઓને પોલીસે ઘટના સ્થળે જ પકડી પાડયા હતા. આરોપીઓમાં અનવરશા ફકીર, સમીર હનીફ, જમાલ જુસબ દલને પકડી પાડવામાં આવ્યા છે અને અન્ય એક ઈરફાન મુંજકા નામના શખ્સની શોધખોળ ચાલુ છે.
ઘટના પેટ્રોલ પંપ ઉપર બનતા તાત્કાલિક પોલીસ દોડી ઘટના સ્થળેથી આરોપીઓને પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી પિસ્તોલ અને છરી કબ્જે કર્યા હતા. આ ઘટનામાં ત્યાં પેટ્રોલ ભરવા આવેલ અન્ય યુવાન પણ ઘાયલ થયો હતો, તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





