અમેરિકા ભવિષ્યમાં ભારતને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા પર પ્રત્સાવ મૂકશે

0
9

વાશિંગ્ટન,તા.૨૭
અમેરિકા નજીકના ભવિષ્યમાં ભારતને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા પર પ્રસ્તાવ મુકી શકે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની વચ્ચે રશિયાની જી-૪૦૦ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ખરીદવા પર સમજૂતી થઇ હતી. તેની સામે નારાજગી વ્યક્ત કરતા અમેરિકાએ ભારત પર પ્રતિબંધ લગાવવાની ચેતવણી આપી હતી. જો કે, હવે અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટે પોતાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને રશિયાના જી-૪૦૦ના વિકલ્પ તરીકે રજૂ કરી છે.
અમેરિકાના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર રેન્ડલ શ્રાઇવરે પાર્લામેન્ટરી કમિટીની સામે જણાવ્યું કે, અમેરિકા ભારત પર કોઇ પણ પ્રકારના પ્રતિબંધ લગાવવા નથી ઇચ્છતું. પ્રતિબંધ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હશે, કારણ કે ભારત મોટાંપાયે અમેરિકાના સહયોગી દેશી તરીકે સામે આવી રહ્યું છે. રેન્ડલ અનુસાર, આ સ્થિતિને પહોંચી વળવા માટે ભારતે રશિયન જી-૪૦૦ના વિકલ્પ તરીકે અમેરિકન મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો પ્રસ્તાવ મુકીશું.
ઇન્ડો-પેસિફિક કમાન્ડમાં તહેનાત કમાન્ડર એડમિરલ ફિલિપ ડેવિડસને પણ ભારત-અમેરિકાની વચ્ચે ડિફેન્સ ખરીદી પર ભાર મુકિયો હતો. તેઓએ કહ્યું કે, હું હંમેશાથી એ પક્ષ મુકતો આવ્યો છું કે, અમેરિકા ટેકિનકલ ખરીદીથી ભારત સાથે અમારી પરસ્પર સક્રિયતા અને અનુકૂળતા સતત વધશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY