ભારત વિશ્વમાં સૌથી વધુ ટેક્સ વસુલતો દેશ : ટ્રમ્પ

0
8

વાશિંગ્ટન,તા.૪
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારતની ટેક્સ વ્યવસ્થા પર ટિપ્પણી કરતા ભારતને વિશ્વમાં સૌથી વધુ ટેક્સ વસુલતો દેશ ગણાવ્યો છે. અમેરિકાની વિખ્યાત બાઈક ઉત્પાદક કંપની હાર્લે-ડેવિડસન ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ ઉપર ૧૦૦ ટકા જેટલો ટેક્સ વસુલવા બદલ ટ્રમ્પે ભારતની ટીકા કરી હતી. નેશનલ રીપબ્લિકન કોંગ્રેસ કમિટીના વાર્ષિક રાત્રીભોજમાં ટ્રમ્પે જણાવ્યું કે, ‘આટલા ઊંચા દર ગેરવ્યાજબી છે.’
ટ્રમ્પે અગાઉ ભારતને ‘ટેરિફ કિંગ’ ગણાવ્યું હતું અને અમેરિકાન ઉત્પાદનો પર ‘ભયંકર ઊંચા’ કર લાદવા બદલ સતત ટીકા કરી હતી. જા કે ભારતે અગાઉ હાર્લે ડેવિડસન પરનો ટેક્સ ૧૦૦ ટકાથી ઘટાડીને ૫૦ ટકા કર્યો તેમ છતા ટ્રમ્પે તે પરુતો નહીં હોવાનું ગણાવ્યું હતું.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, ‘મે ભારતના વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેઓ અમેરિકન ચીજા પર ઘણો ઊંચો ટેક્સ વસુલે છે. ભારત અમેરિકામાં મોટરસાઈકલો વેંચે છે જેના પર યુએસ કોઈ કર નથી વસુલતું જ્યારે અમેરિકાના હાર્લે ડેવિડસન મોટરસાકલ પર ભારત ૧૦૦ ટકા ટેક્સ વસુલે છે. આ અયોગ્ય છે. આ પરસ્પર વેપાર માટે ગેરવ્યાજબી છે.’
ટ્રમ્પે કમિટીના સંબોધનમાં જણાવ્યું હતું કે, તેમની સંતુલિત વેપાર નીતિને પગલે અન્ય દેશો સાથે તેઓ સરળતાથી વેપાર કરી શકે છે. ચીન સાથે વાટાઘાટ ચાલુ છે. ગત વર્ષે માર્ચમાં આયાતી સ્ટીલ અને એલ્યુમિનિયમ ચીજો પર ટ્રમ્પ સરકારે તોતિંગ ડ્યૂટી લાદતા વિશ્વની બે ટોચની આર્થિક મહાસત્તાઓ વચ્ચે વેપાર યુદ્ધ જામ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY