સુરત,તા.૪
શહેરમાં હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક નાચતી ડાન્સરના મોંમા એક યુવક મોંમા નોટ રાખીને આપતો દેખાઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉના વીડિયોમાં દેખાતો નોટ આપનાર યુવક સુરત મહાનગરપાલિકાનો કાઉન્સિલર હોવાનું ખુલ્યું છે. લગ્ન પ્રસંગમાં જાહેરમાં વોર્ડ નંબર ૧૧ના કાઉન્સિલર ઈમરાન હસનભાઈ સોલંકી દ્વારા કરાયેલી હરકતથી હાજર સૌ કોઈ લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયાં હતાં.
વાઈરલ થઈ રહેલા વીડિયો અંગે વોર્ડ નંબર ૧૧ના કાઉન્સિલર ઈમરાન સોલંકીએ જણાવ્યું હતું કે, મારા મિત્રના લગ્ન હતાં. એમાં હાજર રહ્યો હતો. કોઈએ મને બદનામ કરવા માટે થઈને આ વીડિયો વાઈરલ કર્યો હોય શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




