વાશિંગ્ટન,તા.૧૩
અમેરિકામાં એચ-૧બી વિઝાની એપ્લિકેશનનો રેશિયો ગત વર્ષ કરતાં વધ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૧૦,૦૦૦ વધુ એપ્લિકેશન આવી છે અને આંકડો ૨.૦૧ લાખએ પહોંચી ગયો છે. આ એપ્લિકેશન સ્વીકારવાની અંતિમ તારીખ ૧ એપ્રિલ હતી. એચ-૧બી વિઝા અમેરિકામાં ઇમિગ્રન્ટ્સને કામ કરવાની મંજૂરી આપે છે. જેનો ભારતીય આઇટી સેક્ટર્સ સૌથી વધુ લાભ ઉઠાવે છે. અમેરિકામાં અંદાજિત ૪.૨૦ લાખ લોકોની પાસે એચ-૧બી વિઝા છે. જેમાંથી ૭૫ ટકા એટલે કે, ૩.૧૦ લાખ ભારતીય છે. એચ-૧બી વિઝા ધારક ભારતીય મહિલાઓ ૬૩૨૨૦ છે. અમેરિકામાં ભારત બાદ ચીનના સૌથી વધુ ૪૮ હજાર એચ-૧બી વિઝાધારકો છે. ત્યારબાદ ચીન અને સાઉથ કોરિયા (અંદાજિત ૧ ટકા) આવે છે.
છેલ્લાં બે વર્ષમાં આ વિઝાની એપ્લિકેશનમાં આંશિક ઘટાડો જાવા મળ્યો હતો, જે હવે આ વર્ષે અચાનક જ વધી ગયો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની કડક પોલીસી છતાં આ વર્ક વિઝાના ઇન્ટરેસ્ટમાં કોઇ ઘટાડો નથી થયો.
USCIS (યુએસ સિટિઝન એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ)એ કહ્યુ કે, હાલના નાણાકીય વર્ષ માટે એચ-૧બી વિઝા માટે ૨ લાખથી વધુ એપ્લિકેશન મળી છે, જે ૫% વધુ છે. સાથે જ અમેરિકાની યુનિવર્સિટીઝથી માસ્ટર્સ અથવા તેની ઉપરની ડિગ્રી ધરાવતા સ્ટુડન્ટ્સ દ્વારા પણ પર્યાપ્ત સંખ્યામાં આવેદન મળ્યા છે. આવેદન પ્રક્રિયા ૧ એપ્રિલથી શરૂ થઇ ગઇ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




