અમદાવાદ ટ્રાફિક પોલીસની વધુ એક ડ્રાઈવ, ૭ વાગ્યા બાદ પ્રવેશ કરતી ૧૧ લકઝરી બસ ડિટેઈન

0
10

ગ્રીન પટ્ટામાં ઊભેલાં વાહનો પાસેથી દંડ વસૂલવાનું શરૂ, ડફનાળા પાસે ૨૭૦ દંડાયા
અમદાવાદ,તા.૧૮
અમદાવાદમાં ચાલી રહેલી ટ્રાફિક અને સફાઈ ઝુંબેશથી શહેરની કાયાપલટ થઈ છે. આજે અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ કાલની જેમ વધુ એક ડ્રાઈવ યોજી હતી. જેમાં શહેરમાં સવારે ૭ વાગ્યા બાદ પ્રવેશતી ૧૧ લકઝરી બસને એલિસબ્રિજ પોલીસે ડિટેઈન કરી હતી. સાથે જ ડ્રાઈવર વિરૂદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા માટે ગ્રીન ‘ફ્રી લેફ્ટ’નો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. શહેરભરના ટ્રાફિક પોઇન્ટ્‌સ પર ડાબી બાજુએ વળવા માટે વાહનચાલકોને રસ્તો ખુલ્લો મળે તે માટે લીલા રંગના પટ્ટા દોરવામાં આવશે, જેની શરૂઆત શાહીબાગ ડફનાળા ચાર રસ્તા પાસે કરવામાં આવી છે. ગ્રીન રંગના પટ્ટાની અંદરની બાજુએ ઊભા રહેનારા વાહનચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે. સોમવારે શાહીબાગ ડફનાળા પાસે ડાબી તરફ વળનારાં વાહનોને અડચણરૂપ ગ્રીન પટ્ટામાં ઊભા રહેલાં ૨૭૦ વાહનચાલકોને દંડાયા હતા, જેમાંથી પાંચ વાહન ડીટેન કરાયાં હતાં. આ ગ્રીન પટ્ટા ટૂંક સમયમાં શહેરના અન્ય ચાર રસ્તા પર પણ મૂકવામાં આવશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY