વિશ્વના સૌથી મોટા વિમાને ઉડાન ભરી, અંતરિક્ષમાં રોકેટ લઈ જવા સક્ષમ

0
6

આ વિમાનના પંખાની લંબાઈ એક ફુટબોલ મેદાનથી પણ વધારે છે
વાશિંગ્ટન,તા.૧૪
દુનિયાના સૌથી મોટા વિમાને કેલિફોર્નિયાનાં પહેલી વખત ઉડાન ભરી છે. આ વિમાનનું પરીક્ષણ આશરે અઢી કલાક સુધી મોજાવે રેગિસ્તાન પર કરવામાં આવ્યું છે. આ વિમાનમાં ૬ બોઈન્ગ ૭૪૭ એન્જિન લાગેલા છે. વિમાનનો પંખો એક ફુટબોલ મેદાન કરતા પણ મોટો છે. જેને સ્કેલ્ડ કમ્પોડિટ્‌સ એન્જિનીયરિંગ કંપનીએ તૈયાર કર્યો છે.
આ વિમાન રોકેટ અને ઉપગ્રહોને અંતરિક્ષમાં તેમની સ્પેસ સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. હાલના સમયમાં ટેકઓફ રોકેટની મદદથી ઉપગ્રહોને સ્પેસમાં મોકલવામાં આવે છે. જા આ યોજના સફળ નિવડશે તો ઉપગ્રહોને સ્પેસ સુધી પહોંચાડવા માટે આ વિમાન શ્રેષ્ઠ વિકલ્પ હશે અને ઉપગ્રહ છોડવાનો ખર્ચ પણ ઓછો થશે.
આ બે એરક્રાફ્ટ બોડીવાળું વિમાન છે. જેની બોડી પરસ્પર જોડાયેલી છે. વિમાનમાં ૬ એન્જિન લગાડવામાં આવ્યા છે. વિમાનના પંખાની લંબાઈ ૩૮૫ ફુટ છે. વિમાન પહેલી ઉડાનમાં જ ૧૫ હજાર ફુટે પહોંચ્યું હતું. આ દરમિયાન તેની ગતિ ૧૭૦ માઈલ પ્રતિ કલાક રહી હતી. જેને સેટેલાઈટના લોન્ચ પેડ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY