વાશિંગ્ટન,તા.૨૮
ભારતે અમેરિકાને ફરિયાદ કરી હતી કે પાકિસ્તાની એરફોર્સે ૨૭ ફેબ્રુઆરીએ ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાનો બનાવવાની કોશીશ કરવા માટે F-16 ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો. જો કે અમેરિકાએ આ લડાકુ વિમાનોની જાણકારી ભારતને આપવાનો ઇનકાર કરી દીધો છે. એક અમેરિકન અધિકારીએ કહ્યું છે કે, ભારતે અમને જાણકારી આપી હતી કે ૨૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાને F-16 લડાકુ વિમાનોનો ઉપયોગ કર્યો હતો. આ ફરિયાદ બાદ અમે ભારતને સૂચના આપી હતી કે આ મુદ્દા પર અમે ભારતને કોઇ જાણકારી નહીં આપીએ, કારણ કે તે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે.
અધિકારીએ કહ્યું કે, આ જવાબની પાછળ જે તર્ક છે તેની સાથે ભારત પણ સહમત છે. અધિકારીએ કહ્યું કે, કાલે જો કોઇ ત્રીજા દેશ અમને ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા C130 અને C17 વિમાન અથવા અપાચે હેલિકોપ્ટર વિશે માહિતી માગશે તો એમાં પણ અમારો જવાબ આ જ હશે કે આ ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે.
અમેરિકાના અધિકારીના જણાવ્યા અનુસાર, ભારતે જે ઇનપુટ આપ્યાં છે તેનાથી સંકેત મળે છે કે પાકિસ્તાને F-16 વિમાનોનો ઉપયોગ કર્યો છે, પરંતુ ભારત તરફથી તેના માટે કોઇ પુરાવા આપવામાં આવ્યા નથી. ભારતીય વાયુસેના દ્વારા ૨૭ ફેબ્રુઆરીએ F-16 માટે ભારતે આપેલા ઇનપુટ એ જ છે જે ભારતીય મીડિયામાં બતાવવામા આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




