સરકારી તથા ખાનગી દવાખાનાઓમાં ઓપીડી વધી, વાયરલ અને તાવના દર્દીઓ વધ્યા
રાજપીપળા: નર્મદા જિલ્લામાં તાપમાનનો પારો 44 ડિગ્રી પર પહોંચતા અંગ દઝાડતી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને બપોર તો ઠીક સાંજે પણ ગરમ પવન લોકોને પરેશાન કરી રહ્યો છે. નથી પંખા કામ લાગતા કે નથી કોઈ કુલર આવા વાતાવરણમાં લોકોની તબિયત લથડી રહી ે અને ેમાં એક ખાનગી તબીબ પાસે સારવાર લેવા બે દર્દીઓ એવા આવ્યા કે જેમને લૂ ની અસર હતી જેથી તેમને વધુ સારવાર માટે તાત્કાલિક વડોદરા લઇ જવા જણાવ્યું જોકે આ સિવાય સામાન્ય લૂ ના લક્ષણ વાળા દર્દીઓ વધુ આવે છે અને હાલ ખાનગી અને સરકારી બંને દવાખાનાઓમાં ઓપીડી વધી ગઈ છે.
આગામી ત્રણ દિવસ હજુ હીટવેવ છે ત્યારે નર્મદા જિલ્લામાં લોકો પર અસર દેખાઈ રહી છે. સરકારી દવાખાનામાં જોઈએ તો હાલ 300 જેટલી ઓપીડી આવે છે અને જેમાં શરદી, ખાંસી તાવના દર્દી વધુ હોય છે વાયરલના દર્દીઓ વધુ હોય છે એટલુંજ નહિ સરકારી સાથે ખાનગી તબીબોના દવાખાનાઓમાં 200 થી વધુ ઓપીડીઓ નોંધવા લાગી છે.જેથી ગરમીનો અસર થઇ રહી છે. જે ચોક્કસ કહી શકાય
રાજપીપળાના ખાનગી તબીબ ડો. નીરવ ગાંધી એ જણાવ્યું હતું કે.હાલ હીટવેવ ચાલે છે જેને રિલેટેડ અસર વાળા દર્દીઓ અહીંયા વધુ આવે છે. ગરમીથી બચવા જરૂર સાવચેતી રાખવાની દરેકને સલાહ આપું છું અને બે દર્દી લૂ ની અસર વાળા આવ્યા હતા જેની એકની સારવાર કરી વડોદરા સારવાર માટે મોકલ્યા છે અને બીજા દર્દીને પણ અસર હતી એટલે તેને પણ વડોદરા સારવાર માટે જવા કહ્યું જોકે આવા અનેક દર્દી આવે છે હાલ ગરમી વધી રહી છે જેની અસર લોકો પર પડી રહી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




