વાશિંગ્ટન,તા.૭
હાઉસ ઓફ રેપ્રિઝેન્ટટિવ (અમેરિકી સંસદનનું નીચલું ગૃહ)ની અધ્યક્ષ નેંસી પોલીસીએ ડેમોક્રેટ્સ સાંસદો સાથે મિટિંગમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ પર મહાભિયોગ ચલાવવાની જરૂર નથી. તેમને તો જેલમાં જ નાંખી દેવા જોઈએ. અમેરિકી મેગેઝિન પોલિટિકોએ ગુરુવારે તેમના રિપોર્ટમાં આ વાત કહી હતી. મેકિસકો સીમા પર દીવાલ બનાવવા માટે પણ પેલોસી ટ્રમ્પને ફંડ આપવા નો વિરોધ કરી રહી છે. પેલોસી એવું પણ ઈચ્છી રહી છે કે જો ટ્રમ્પ ૨૦૨૦માં ફરીરાષ્ટ્રપિત ચૂંટણી લડશે તો તેમને હાર મળવી જોઈએ અને તેમની પર ગુનાહિત કેસ ચલાવવો જોઈએ.
રિપોર્ટ પ્રમાણે, મિટિંગમાં પેલોસીની જ્યૂડિશયરીના ચેરમેન જૈરી નેડલર સાથે બોલાચાલી થઈ ગઈ હતી. નેડલર ઈચ્છતા હતા કે ટ્રમ્પ પર મહાભિયોગનીકાર્યવાહી શરૂ કરવામાં આવે. આ અંગે પેલોસીએ કહ્યું કે, હું તેમની પર મહાભિયોગ ચલાવવાના પક્ષમાં નથી. હું તેમને જેલમાં જાવા માંગુ છું.
આ ચૂંટણીમાં કથિત રીતે રશિયાની દરમિયાનગિરીની પણ માગ કરાઈ રહી છે. ટ્રમ્પ પર પ્રેસિડેંશિયલ ઈલેક્શનપહેલા બે મહિલાને પૈસા આપવાનો આરોપ પણ છે. આ મહિલાઓએ દાવો કર્યો હતો કે ટ્રમ્પના તેમની સાથે સંબંધ હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ટ્રમ્પેવિદેશી સરકારો પાસેથી ફંડલઈને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



