મુંબઈ,તા.૭
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સોગંદવિધિમાં હાજરી આપનારા ફિલ્મ કલાકારોનો ફોટોગ્રાફ રજૂ થયો ત્યારે એક ફ્રેમમાં કરણ જાહર અને કંગનાને જોઇને ઘણાને લાગેલું કે આ બંને વચ્ચે હવે કોઇ ગેરસમજ રહી નથી. અગાઉ કંગનાએ કરણ જાહર પર સગાંવાદનો આક્ષેપ મૂક્યો હતો એ તમને યાદ હશે.
આ વખતે કંગનાની બહેન રંગોલીએ એવી ટ્વીટ કરી હતી કે સમગ્ર ફિલ્મ ઉદ્યોગ સલમાન ખાનની ચાપલૂસી કરી રહ્યો છે અને એ બધાંનો આગેવાન કરણ જાહર છે. એ સૌથી મોટ્ટો ચાપલૂસ છે.
એમ લાગે છે કે સલમાન ખાનની સફળતા કંગના કે એની બહેનને સદતી નથી. આ બંનેને સલમાનની અદેખાઇ આવતી હોય એવું એમના વર્તન પરથી લાગે છે. રંગોલીએ લખ્યું છે કે અમારે પણ આ કલા શીખવી છે કે પીઠ પાછળ ટીકા અને સામે ચાપલૂસી.
રંગોલીની આ ટ્વીટ પરથી લાગે છે કે એ સમગ્ર બોલિવૂડને સકંજામાં લઇ રહી છે. ખરું પૂછો તો આ તો પાણીમાં રહીને મગર સાથે વેર બાંધવા જેવી વાત છે. માત્ર કરણની ટીકા કરતી હોય તો બરાબર છે, સમગ્ર બોલિવૂડની વાત કરીને એ સૌ કોઇને નારાજ કરી રહી છે એમ નથી લાગતું ?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





