વાસણા,તા.૧૭
વાસણાના ભઠ્ઠાગામમાં રાત્રે બે સગા ભાઈઓએ યુવકની છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. મૃતક યુવકની પત્ની તેના પહેલા પતિને છોડીને મૃતક સાથે રહેવા આવી હતી. જેની અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. વાસણા પોલીસે બંને વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
વાસણાના ગણેશનગરમાં રહેતા રમેશભાઈ સોલંકીનો પુત્ર નિલેશ શર્મીલા નામની યુવતી સાથે દોઢ વર્ષથી રહેતો હતો. બંને પતિ-પત્ની તરીકે રહેતા હતા. શર્મીલા તેના પહેલા પતિ સંજય ડાભીને છોડી નિલેશ સાથે રહેવા આવી હતી. જેથી અવાર-નવાર સંજય ગણેશનગરમાં આવી શર્મીલાને ગાળો બોલતો હતો. બપોરે પણ સંજય નિલેશના ઘરે આવી ગાળા-ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઝઘડાની અદાવતમાં ગઈકાલે રાત્રે સંજય તેના ભાઈ બાબુ સાથે મળી નિલેશને ઘરે જઈ છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. વાસણા પોલીસે હાલ બંને આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



