વડોદરા,તા.૧૭
તા.૧૭ એપ્રિલ-૨૦૧૪માં ટ્રાન્સજેન્ડર તરીકે મળેલી માન્યતા અને પ્રથમ વખત ચૂંટણી કાર્ડમાં ફિમેલની જગ્યાએ અધર લખાઇને મળેલા ચૂંટણી કાર્ડ માટે વડોદરા શહેરના ટ્રાન્સજેન્ડર્સે ઉજવણી કરી હતી. ટ્રાન્સજેન્ડર્સે વડોદરા સહિત દેશવાસીઓને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
૫ વર્ષ પૂર્વે ટ્રાન્સજેન્ડર્સને મળેલા દરજ્જાને લઇને વડોદરાના લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા કેક કાપીને ઉજવણી કરી હતી. ટ્રાન્સજેન્ડર ડેની ઉજવણીમાં વડોદરાના ટ્રાન્સજેન્ડર્સ જાડાયા હતા. અને કેક એકબીજાને ખવડાવી ઉજવણી કરી હતી. ટ્રાન્સજેન્ડર ડેની ઉજવણી સાથે ટ્રાન્સજેન્ડરોએ પ્રથમ વખત ચૂંટણી કાર્ડમાં ફીમેલની જગ્યાએ લખાઇને આવેલા અધર દરજ્જાની પણ ઉજવણી કરી હતી. આકૃતિ પટેલ અને માનવી વૈષ્ણવે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ચૂંટણી કાર્ડમાં ફીમેલ લખાઇને આવતું હતું. પરંતુ, હવે અધર લખાઇને આવતા અમે ખુશ છે. અમે અધર લખાઇને આવેલા ચૂંટણી કાર્ડ બાદ પ્રથમ વખત મતદાન કરીશું. અમે લોકોને પણ અપીલ કરીએ છે કે, લોકો વધુમાં વધુ મતદાન કરે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




