વાવાઝોડું અને ભારે વરસાદના કારણે સાઉથ ફ્રાન્સમાં પૂર, ૧૬૦૦ ટૂરિસ્ટ્‌સ ફસાયા

0
36

ન્યુ દિલ્હી,તા.૧૦
સાઉથ ફ્રાન્સમાં ગાર્ડ પ્રદેશમાં ગુરૂવારે ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે હજારો ટૂરિસ્ટ્‌સ ફસાયા હતા. ફ્રાન્સનો ગાર્ડ પ્રદેશ બ્રિટિશ ટૂરિસ્ટ્‌સમાં ફેમસ છે. દર વર્ષે ઉનાળામાં હજારોની સંખ્યામાં યૂથ સમર વેકેશન કેમ્પ માટે આવતા હોય છે. ગુરૂવારે ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે અહીંની નદીઓમાં પૂર આવ્યું હતું. વાવાઝોડાં અને પૂરના કારણે અંદાજિત ૧૬૦૦ જેટલાં ટૂરિસ્ટ્‌સ પ્રદેશમાં ફસાઇ ગયા હતા. ફ્રાન્સ ઓથોરિટીએ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્્યૂ ઓપરેશન શરૂ કર્યુ છે. ભારે વરસાદના કારણે ગાર્ડની સેઝ અને આર્દેચ નદીમાં પૂર આવ્યું હતું.
ઓથોરિટીએ જાહેર કરેલી ઇમરજન્સી તસવીરોમાં ડઝનથી વધુ કેમ્પેઇનર જેઓ સાઇકલ લઇને નિકળ્યા હતા તેઓ પૂરના પાણીમાં ફસાઇ ગયા હતા. કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર બ્રાઉન ફ્લડના વીડિયો અને તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં પૂરના પાણીમાં લોકો અને વાહનો ફસાયેલા જાવા મળે છે.
૭૦ વર્ષીય જર્મન જેઓ એક કેમ્પ સાઇટના મોનિટર હતા તેઓ ગૂમ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, પૂરના સમયે તેઓ વાનમાં બેઠાં હતા. રેસ્ક્્યૂ કર્મચારીઓને આ વાન બાદમાં ખાલી અને તૂટેલી હાલતમાં મળી આવી હતી. અન્ય ૪ જર્મન બાળકોને રેસ્ક્્યૂ ઓપરેશન બાદ બેગનોલ્સ એરિયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતાં.
૧૦ લોકોને પૂરમાં ફસાઇ જવા દરમિયાન ઇજાઓ થઇ હતી તેઓ પણ હાલ સારવાર હેઠળ છે. ગાર્ડ પ્રદેશના કેટલાંક ગામડાંઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને પૂરનું પાણી રસ્તાઓ અને ઘરોમાં ઘૂસી જતાં લોકોએ મકાનોની છત પર આશરો લીધો છે. બેગનોલ્સના મેયરે જણાવ્યું કે, ૩૫૦ ડચ ટૂરિસ્ટ્‌સને અહીંથી રેસ્ક્્યૂ ઓપરેશનથી બચાવવામાં આવ્યા છે. સેન્ટ-જુલિન-ડે-પીરોલ્સમના એક સમર કેમ્પમાં આવેલા ૧૧૯ બાળકોને પણ અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ફ્રાન્સના હવામાન ખાતાએ જણાવ્યું કે, ગાર્ડમાં હાલ પૂર અને વાવાઝોડાંના કારણે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુરૂવારે આવેલા વાવાઝોડાં અને વરસાદમાં અહીં ૭.૮૭ ઇંચ વરસાદ થયો છે. પૂરના કારણે નદીઓમાં વોટર લેવલ વધી ગયું છે. ફ્રાન્સનો ગાર્ડ પ્રદેશ બ્રિટિશ હોલિડે મેકર્સમાં ફેમસ છે. ઓગસ્ટ મહિનામાં અહીં હજારોની સંખ્યામાં ટૂરિસ્ટ્‌સ કેમ્પ માટે આવે છે.
આભાર – નિહારીકા રવિયા

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY