મહારાષ્ટ્ર બાદ આંધ્રપ્રદેશમાં પણ મલ્ટીપ્લેક્સમાં બહારનો નાસ્તો લઈ જવાની છુટ

0
10

ન્યુ દિલ્હી,તા.૧૦
મહારાષ્ટ્ર બાદ હવે આંધ્રપ્રદેશમાં પણ લોકો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જાતી વખતે બહારનો નાસ્તો લઈ જઈ શકશે. સવાલ એ છે કે ગુજરાત સરકાર ક્્યારે આ પ્રકારનો કાયદો લાવશે.
વિજયવાડાની ગ્રાહક તકરાર નિવારણ ફોરમને કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી દ્વારા આ માટેની ફરિયાદ મળી હતી. એ પછી ફોરમે ઉપરોક્ચ ચુકાદો આપીને મલ્ટીપ્લેક્સોને આદેશ ક્રયો છે કે કાં તો તેઓ ખાવા પીવાની મતામ પ્રોડક્ટસ માર્કેટ રેટ પર વેચે અથવા તો સ્હેજ જ વધારે કિંમત લે. તેની સાથે સાથે પીવાનુ પાણી મફત આપે.
આ પહેલા મહારાષ્ટ્રમાં પણ સરકારે લોકોને બહારનો નાસ્તો મલ્ટીપ્લેક્ષમાં લઈ જવાની છુટ આપી છે. એક ઓગસ્ટથી આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે.
દરમિયાન બુધવારે પણ બોમ્બે હાઈકોર્ટે મલ્ટીપ્લેક્સના સંચાલકોને તતડાવીને કહ્યું હતું કે જા પ્લેનમાં બહારનુ ખાવાનુ લઈ જઈ શકાય છે તો મલ્ટીપ્લેક્સમાં કેમ નહી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY