વાયરલ થયેલા ફેક મેસેજથી સાવધાન…પોલીસ બનવા માગતા યુવાનો ધંધે લાગ્યા

0
113

અમદાવાદ,તા.૧૧
ગુજરાત પોલીસ વિભાગમાં કર્મચારીઓની ઘટ નિવારવા સરકારે વધુ પ૮૪૯ હથિયારધારી અને બિનહથિયારધારી કોન્સ્ટેબલ-લોકરક્ષકની ભરતી કરવાની જાહેરાત કરી છે, જેની ઓનલાઈન અરજી ૭ જુલાઈથી https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર કરી શકાય છે. તેવા ફેક મેસેજ વોટ્‌સએપ સહિત સોશિયલ મીડિયામાં ફરતા થતાં અનેક યુવાનો દ્વિધામાં મૂકાયા છે.
ગુજરાત પોલીસ વિભાગમાં ગત વર્ષે સરકારે ૧૭૦૦૦થી કોન્સ્ટેબલ-લોકરક્ષક ભરતી કરી હતી. આ ભરતી બાદ પણ હજુ પોલીસ વિભાગમાં ઘટ પડતાં વધુ પ૮૪૯ કોન્સ્ટેબલ-લોકરક્ષકની ભરતી માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા હથિયારધારી અને બિનહથિયારધારી લોકરક્ષક, જેલ સિપાહી, જીઇઁ કોન્સ્ટેબલ વગેરેની ખાલી જગ્યાઓ માટેની જાહેરાત બહાર પાડી છે.
જેમાં ર૧ર૦ પુરુષ અને ૧૩ર૬ મહિલા બિનહથિયારધારી લોકરક્ષક, ૧૧૩૯ પુરુષ અને પ૬૧ મહિલા હથિયારધારી લોકરક્ષક, ૩૭૮૦ પુરુષ એસઆરપી કોન્સ્ટેબલ અને ૭૦૦ પુરુષ અને પર મહિલા જેલ સિપાહીની ભરતી કરવામાં આવનાર છે. તેવા મેસેજ ફરતા કરાયા છે.
જેમાં જણાવ્યું છે કે ૭ જુલાઈ, ર૦૧૮થી ૩૦ જુલાઈ, ર૦૧૮ સુધી https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાય છે, જાકે આ ભરતીની જાહેરાત બાદ ૭ જુલાઈથી વેબસાઈટ પર યુવક-યુવતીઓ ફોર્મ ભરવા માટે લિંક ઓપન કરે છે.
પરંતુ હથિયારધારી અને બિનહથિયારધારી કોન્સ્ટેબલ-લોકરક્ષકની ભરતી માટેનો કોઈ ઓપ્શન જાવા મળતો નથી, જેના કારણે પોલીસ વિભાગમાં જાડાવવા માગતા ઉત્સાહી યુવક-યુવતીઓ દુવિધામાં મુકાયાં છે. આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ જી.એસ. મલિકે જણાવ્યું હતું કે ભરતી અંગેના મેસેજ ખોટા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY