ત્રણે નેતાઓ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થશે
અમદાવાદના સોલા વિસ્તારમાં લઠ્ઠા કાંડ સર્જાયા બાદ ગાંધીનગરમાં જનતા રેડ પાડનારા ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી તથા હાર્દિક પટેલની ત્રિપુટી સામે પોલીસે ફરિયાદ નોંધી છે. તેમની સામે કોઈના ઘરમાં ગેરકાયદેસર રીતે ઘુસવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છેકે સરકારમાં દારુબંધી માત્ર કાગળ પર છે અને બૂટલેગરોને લીલાલહેર છે તેવુ દર્શાવવા માટે આ ત્રિપુટીએ જનતારેડ કરી હતી અને તેની કાર્યવાહી ફેસબૂક પર પણ લાઈવ કરી હતી. આ રેડમાં બે દેશી દારુની પોટલીઓ પકડાઈ હતી. પોલીસ ફરિયાદ નોંધાવનારાએ તો એવો પણ આરોપ મુક્યો છે કે હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશે ઘરમા ઘુસીને મહિલાઓ પર ખરાબ વ્યવહાર કર્યો હતો. દરમિયાના આ મામલામાં આગેવાનોની ત્રિપુટી પાંચ વાગ્યે ગાંધીનગર ખાતે ડીએસપીની ઓફિસ પર સામે ચાલીને ધરપકડ વહોરનાર હોવાનુ પણ જાણવા મળ્યુ છે.


જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




