મહિલાઓના અંડરગામેન્ટની ચોરી કરનારને ઝડપી લોકોએ મેથીપાક ચખાડ્યો

0
381

સુરત,તા.૧૧
શહેરના કતારગામ વિસ્તારમાંથી છેલ્લાં ૧૫ દિવસો દરમિયાન મહિલાઓના અંડરગારમેન્ટ ચોરનાર વ્યક્તિને લોકોએ મંગળવારે ચોરી કરતાં પકડી પાડ્યો હતો. બ્રા અને નિકરની ચોરી કરતાં પકડાયેલા આ ચોરને લોકોએ બરાબર મેથીપાક આપ્યો હતો. ત્યાર બાદ તેને પોલીસને હવાલે કરી દીધો હતો.
મળેલી જાણકારી મુજબ કતારગામ કુબેરનગર સોસાયટીમાં મહિલાઓના બ્રા અને નિકરની છેલ્લા પંદર દિવસોથી ચોરીઓ થતી હતી. મહિલાઓ બ્રા અને નિકર સુકાવવા માટે નાખતી હતી ત્યારે આ પકડાયેલો ચોર તેને ખિસ્સામાં નાખીને ત્યાંથી ચાલી જતો હતો. આજે જ્યારે રંગેહાથ પકડાયો ત્યારે પોતે હવે પછી અહીં નહીં આવું એવું કહી રહ્યો હતો. લોકોએ તેને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. જાકે હાલના તબક્કે પકડાયેલા ચોરની ઓળખાણ છતી થઇ નથી. એટલું જ નહીં તે શા માટે આવું કરતો હતો તે જાણી શકાયું નથી
અંડરગારમેન્ટ ચોરનાર ચોરની હાલમાં ઓળખ થઇ શકી ન હતી. તે કોણ છે અને ક્યાંનો રહેવાસી છે. જાણકાર લોકો કહે છેકે આ પ્રકારની માનિસકતા ધરાવનાર માનસિક વિકૃતિ ધરાવતા લોકોને ‘સ્નોડ્રોપર’ તરીકે ઓળખાવવામાં આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY