વાયનાડ,તા.૫
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં ૬૮.૯૩ ટકાનો વધારો થયો છે અને હવે તેઓ ૧૫.૮૮ કરોડથી પણ વધારે સ્થાવર-જંગમ સંપત્તિના માલિક છે. ખુદ કોંગ્રેસે આ જાણકારી વાયનાડ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભર્યું તે દરમિયાન દાખલ કરેલા સોગંધનામામાં આ જાણકારી આપી હતી.
રાહુલ ગાંધી પાસે ૫.૮ કરોડ રૂપિયાની ચલ અને ૯૨ કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. ૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પોતાની સંપત્તિ ૯.૪૦ કરોડ રૂપિયા દર્શાવી હતી. જાકે ૨૦૦૪ની લોકસભાની ચૂંટણી માટે ભરેલા ઉમેદવારીપત્ર દરમિયાન રાહુલ ગાંધીએ જણાવેલી સંપત્તિમાં છેલ્લા ૧૫ વર્ષોમાં ૨,૭૪૫ ટકાનો વધારો થયો છે.
સંપત્તિમાં રાહુલ-પ્રિયંકા સાથે ભાગીદારીમાં દિલ્હીના મહરોલીમાં એક ફાર્મ હાઉસના માલિક છે. આ પહેલા ૨૦૧૪ના ચૂંટણી ફોર્મમાં રાહુલ ગાંધીએ પોતાની કુલ ચલ-અચલ સંપત્તિ ૯.૪ કરોડ રૂપિયા દર્શાવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં રાહુલની સંપત્તિમાં અંદાજે પાંચ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
રાહુલ ગાંધીના ચૂંટણીફોર્મમાં જણાવવામાં આવ્યું કે તેમની અચલ સંપત્તિની કુલ મુલ્ય ૨૦૧૪માં ૧.૩૨ કરોડ રૂપિયા હતી, જે ૨૦૧૯માં વધીને ૧૦.૦૮ કરોડ રૂપિયા થઇ ગઇ છે. તેમની ચલ સંપત્તિ ૮.૦૭ રૂપિયા હતી, જે હવે ઘટી ૫.૮ કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ ચલ સંપત્તિમાં શેર અને બોંડમાં ૫.૧૯ કરોડ રૂપિયા છે. જા કે તેમની પાસે નકદ માત્ર ૪૦ હજાર રૂપિયા જ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




