નર્મદ યુનિ.નો સિક્યુરીટી ખર્ચ વ્હાઇટ હાઉસ કરતા પણ વધુ !

0
251
સિક્યુરીટીનો કોન્ટ્રાક્ટ રદ કરીને યુનિ. તંત્ર દ્વારા હવે જાતે જ સિક્યુરીટીની નિયુક્તિ કરવાની કવાયત

સિન્ડીકેટ સભ્યની ટકોર

નર્મદ યુનિવર્સિટીની સેનેટ સભામાં યુનિવર્સિટી દ્વારા સિકયુરીટી પાછળ જે લાખ્ખો રૂપિયાનો ખર્ચો કરે છે, તે અમેરિકાના વ્હાઇટ હાઉસ કરતા પણ વધારે છે. તેવી ટકોર આજની સિન્ડીકેટ બેઠકમાં સિકયુરીટીનો કોન્ટ્રાકટ રદ કરીને યુનિવર્સિટીએ જાતે જ નિમણુંક કરવાનો ઠરાવ મુકયો હતો. વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે સિકયુરીટી પાછળ લાખ્ખો રૃપિયાનો ખર્ચો કરવામાં આવે છે. ગત વર્ષે અંદાજે ૫૫ લાખનો ખર્ચ થયો હતો. આટલો ખર્ચો કરવા છતા પણ સિકયુરીટીના નામે મીંડુ હોવાનો પ્રશ્ન ઉઠયો હતો. ભાવેશ રબારીએ સેનેટ સભામાં આ સિકયુરીટીને લઇને જે ખર્ચો થાય છે, તેટલો ખર્ચો તો અમેરિકાના વ્હાઇટ હાઉસ પાછળ પણ થતો નથી. તેવી ટકોર કરી હતી. આજની સિન્ડીકેટ બેઠકમાં સિકયુરીટીનો કોન્ટ્રાકટ રદ કરીને યુનિવર્સિટી દ્વારા અગિયાર માસના કોન્ટ્રાકટ પર ભરતી કરવા માટે એજન્ડા પણ બાબત આવી હતી. જોકે આ બાબત અંગે સર્વાનુંમતે એવો ઠરાવ થયો હતો કે આ નિર્ણય લેતા પહેલા નાણાં સમિતીનો અભિપ્રાય લેવો જરૃરી હોવાથી ત્યાંથી મંજુરી આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવાનું નક્કી થતા આ એજન્ડાને નાણા સમિતીમાં રીફર બેક કર્યો હતો. આ ઉપરાંત સફાઇ કોન્ટ્રાકટર આપવા માટે ટેન્ડરોથી આપવાનું નક્કી કર્યુ હતુ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY