ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-૨૦માં ભારતીય મહિલા ટીમની ૨૩ રનથી હાર

0
5

વેલિંગ્ટન,તા.૬
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ૩ ટી૨૦ મેચોની સિરીઝના પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે ૨૩ રનથી વેલિંગટન ટી૨૦ મેચ ગુમાવી છે. ભારત માટે મંધાનાએ સૌથી વધુ ૫૮ રન બનાવ્યા હતા. જેમિમાહે ૩૯ રનનું યોગદાન આપ્યું પરંતુ તેના આઉટ થયા બાદ ભારતીય ટીમનો ધબડકો થયો અને ટીમ ૧૩૬ રનો પર આઉટ થઈ ગઈ હતી. એક સમયે ભારતનો સ્કોર ૧ વિકેટ પર ૧૦૨ રન હતો, પરંતુ તેણે અંતિમ ૯ વિકેટ માત્ર ૩૪ રન પર ગુમાવી દીધી હતી.
મહત્વનું છે કે, પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ડિવાઇનના અણનમ ૬૨ અને સેદરવેટ ૩૩ તથા માર્ટિનના ૨૭ રનની મદદથી ૪ વિકેટ પર ૧૫૯ રન બનાવ્યા હતા. ભારત માટે દીપ્ત, રેડ્ડી અને રાધા તથા પૂનમ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.
નોંધનીય છે કે ભારતીય ટીમ આ મેચમાં વનડે સિરીઝમાં ૨-૧થી વિજય મેળવીને આવી હતી. આ મેચમાં વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજને જગ્યા આપવામાં ન આવી. માહિતી છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ઘરઆંગણેની ટી૨૦ સિરીઝ બાદ નિવૃતી લઈ શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY