ખોટા દસ્તાવેજા બનાવીને પ્રેમી સાથે લગ્ન કરનાર પત્ની ઝડપાઈ

0
26

અંકલેશ્વર,તા.૬
મૂળ આસામના જારહાટના રહેવાસી શ્યામસુંદર રાજકુમારી અગ્રવાલી અંકલેશ્વરના કોસમડી ગામ સ્થિત અંબેગ્રીન સીટીના મકાન નંબર. ૧૨૪માં રહે છે. અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના પત્ની અંજુ શ્યામસુંદર અગ્રવાલને રાજસ્થાનના જયપુર ખાતે રહેતા હેમરાજ હનુમાન બેરવા સાથે પ્રથમ સોશિયલ સાઇટ ઉપર પરિચર થયો હતો. બાદ નિયમિત સંપર્કના પગલે બેય વચ્ચે પ્રણય પાંગર્યો હતો.
હેમરાજે અંજુને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાનું જણાવતા પ્રેમમાં અંધ અંજુ અવાર-નવાર ખોટુ બોલીને તેને મળવા જયપુર પહોંચી હતી. વર્ષ ૨૦૧૭થી ૧૪-૫-૨૦૧૮ દરમિયાન કોઇપણ સમયે અજુ અને હેમરાજે શ્યામસુંદર અગ્રવાલને અંધારામાં રાખી કાવતરું રચીને રૂ.૫૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર ડીસ્ક્રીપ્શનમાં અંજુએ ડિવોર્સી લખીને પાછળના ભાગે સદંતર ખોટી વિગતો દર્શાવી હતી. એટલું જ નહીં પરંતુ કોઇ સ્ટેમ્પ વેન્ડરના એટેસ્ટેડડ અને ગોળ સિક્કા મારેલો ભાગ કાપીને પોતાના એ પોતાના પતિ શ્યામસુંદરનો ખોટી ડિવોર્સ ડીડ બનાવી હતી.
આ ખોટા દસ્તાવેજાના આધારે અંજુએ હેમરાજ સાથે લગ્ન કરી લીધા હતા. બંને જયપુર ખાતે રહેતા હતા. બનાવ અંગે શ્યામસુંદર અગ્રવાલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથખે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સઘન શોધખોળ આરંભીને આરોપી અંજુ અને હેમરાજને જયપુર ખાતે અગ્રવાલ ફાર્મમાંથી ઝડપી પાડ્યા હતા. જીઆઇડીસી પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY